B.B.A કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓ દ્વારા બહેરા મૂંગા સ્કૂલના વિદ્યાર્થીઓનો જન્મદિવસ ઉજવણી કરાઈ
તા.31/12/2019 ને મંગળવારના રોજ ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બી.એચ .ગાંધી.બી. બી.એ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓ દ્વારા બહેરા મૂંગા સ્કૂલ ના બે વિદ્યાર્થીઓનો જન્મદિન તથા 31 ડિસેમ્બર ની ઉજવણી કરવામાં આવી વર્ષ 2019 ની વિદાય અને નવીન ૨૦૨૦ ના સ્વાગત માટે વિશ્વ આખું થનગનાટ અનુભવે છે અને ઠેરઠેર વૈવિધ્યપૂર્ણ ઉજવણી થઈ રહી છે
ત્યારે મોડાસાના બીબીએ કોલેજના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને વિકૃત રૂપે દર્શાવતી ખર્ચાળ અને સુગ ચડે તેવી ઉજવણી થી દૂર રહીને સાત્વિક શુદ્ધ સંસ્કાર ને અનુરૂપ વર્ષાન્ત ની ઉજવણી કરીને સલાહ કરવાનું મન થાય કેવી અનોખી પ્રથા પ્રસ્થાપિત કરી છે ત્યારે મોડાસાની શ્રી બીએચ ગાંધી બી બી.એ કોલેજના વિદ્યાર્થીઓએ ૩૧મી ડિસેમ્બર બીએચ ગાંધી બહેરા મૂંગા શાળા ના પ્રમુખશ્રી ડો ટીબી પટેલ માનદમંત્રીશ્રી કિરીટભાઈ સુથાર પ્રવીણભાઈ સુથાર અને આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ અને કોલેજ કેળવણી મંડળના માનદ્ મંત્રીશ્રી સુરેન્દ્રભાઈ જે શાહ આચાર્યશ્રી ડો તુષાર ભાઈ ભાવસાર અને વિદ્યાર્થીઓ સાથે મળી બહેરા મૂંગા શાળા ના બે વિદ્યાર્થીઓ મીનલ બેન પટેલ લક્ષ્મણ સગર સાથે રહી કેક કાપી અને આ વિદ્યાર્થીઓ સાથે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરી હતી કાર્યક્રમને અંતે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રતિભાવ આપ્યા હતા તો આના પરથી એક શીખ લેવાય કે હિંદુ સંસ્કૃતિ એક હિન્દુસ્તાન નું ઘરેણુ છે તેની લાજ એ હિન્દુસ્તાની લાજ છે