ફરી વખત અક્ષયની ફિલ્મમાં બી પ્રાકનું ગીત સંભળાશે

મુંબઈ, અક્ષય કુમારની ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી મે મિલ જાંવા’ ગીત ફિલ્મ કરતાં પણ વધુ લોકપ્રિય થયું હતું, આ ગીત બી પ્રાક દ્વારા ગાવામાં આવ્યું હતું. આ ગીતથી બી પ્રાક પણ જાણીતો થયો હતો. હવે વધુ એક વખત બી પ્રાક અને અક્ષય કુમાર કોલબરેટ કરવા જઈ રહ્યા છે.
અક્ષય કુમારની ‘કેસરી ચેપ્ટર ૨’માં પણ બી પ્રાક એક ગીત ગાશે. પહેલી ‘કેસરી’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી, જેમાં સરદારોનાં સારાગ્રહીનાં યુદ્ધની વાત હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી. હવે ૧૮ એપ્રિલે ‘કેસરી ચેપ્ટર ૨’ રિલીઝ થઈ રહી છે, આ પહેલાં પણ બી પ્રાકે અક્ષય કુમાર માટે ‘ક્યા લોગે તુમ’, ‘ફિલહાલ ૨ મહોબ્બત’, ‘માયે’ જેવા ગીતો ગાયાં છે. સૂત્ર દ્વાર મળતી માહિતી અનુસાર વધુ એક વખત બી પ્રાક એક પાવરફૂલ ગીત ગાશે. ત્યારે દર્શકોને આશા છે કે આ ફિલ્મનું ગીત પણ ‘તેરી મિટ્ટી’ જેવો જ જાદુ ચલાવશે.
આ ગીત પણ જાણે એક રાષ્ટ્ર કક્ષાએ દેશભક્તિની ભાવનાની ઓળખ બની જશે. જોકે, ગીત અંગેની અન્ય કોઈ માહિતી હજુ જાહેર થઈ નથી. બી પ્રાક દ્વારા ગવાયેલું અને કમ્પોઝ થયેલું આ ગીત પણ બી પ્રાકના અન્ય ગીતોની જેમ લાગણીસભર હશે.
‘કેસરી ચેપ્ટર ૨’માં જલિયાંવાલા બાગની ઘટના બાબતે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપનાર વકીલનો રોલ કરશે, તેમાં અનન્યા પાંડે અને આર.માધવન પણ મહત્વના રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ રિલીઝ થયેલાં ફિલ્મના ટીઝર પરથી આ ફિલ્મની ગંભીરતનો અંદાજ આવે છે.SS1MS