Western Times News

Gujarati News

મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલા B20 ઈન્સેપ્શન મીટ તસવીરોમાં

B20 inception meet gandhinagar

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને જી-20નું યજમાન પદ મળ્યું છે. આ G20ની સૌપ્રથમ B 20 ઈન્સેપ્શન મીટ ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે.

B 20 ઈન્સેપ્શનના સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુ વિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત’B-20 ઇન્સેપ્શન’ મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા  રજૂ કરાયેલા  ગુજરાત ની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત  આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને પ્રભાવિત થયા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર  સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.