B2B કોમર્સ કંપની મોગ્લિક્સે ફંડિંગનાં સીરિઝ D રાઉન્ડમાં 60 મિલિયન ડોલરનું ભંડોળ ઊભું કર્યું
નવી દિલ્હી, ભારતની સૌથી મોટી અને સૌથી વધુ ઝડપથી વિકસતી B2B કોમર્સ કંપની મોગ્લિક્સ ભારતભરમાં ખરીદીની પદ્ધતિમાં પરિવર્તન લાવે છે. કંપનીએ આજે સીરિઝ D રાઉન્ડનું ફંડિંગ ક્લોઝ કરવાની જાહેરાત કરી હતી, જેમાં કંપનીએ 60 મિલિયન ડોલર ઊભા કર્યા હતાં. ટાઇગર ગ્લોબલની આગેવાનીમાં આ રાઉન્ડમાં સીક્વોઇયા ઇન્ડિયા અને કમ્પોઝાઇટ કેપિટલની ભાગીદારી જોવા મળી હતી. હાલ કંપનીનાં રોકાણકારોમાં એક્સેલ પાર્ટનર્સ, જંગલ વેન્ચર્સ, આઇએફસી, વેન્ચર હાઇવે અને ટાટા સેન્સનાં આજીવન ચેરમેન રતન ટાટા સામેલ છે.
અત્યારે ભારતમાં પરોક્ષ ખરીદીનું બજાર 50 અબજ ડોલરથી વધારેનું છે, જે વર્ષ 2025 સુધીમાં 100 અબજ ડોલરનું થઈ જશે એવો અંદાજ છે. મોગ્લિક્સ B2B કોમર્સનું પુનઃકલ્પના કરીને પરોક્ષ ખરીદીનાં સેગમેન્ટમાં પરિવર્તન લાવવામાં અગ્રણી છે તથા ટેકનોલોજી કેન્દ્રિત ઇનોવેશનમાં મોટાં પાયે રોકાણ કરે છે.
ભારતભરમાં ઔદ્યોગિક વિતરણ કેન્દ્રો ઊભા કરવા ફંડનો ઉપયોગ થશે, જેમાં મે, 2020 સુધીમાં ઉત્પાદન માટે 25થી વધારે મુખ્ય કેન્દ્રોને આવરી લેવામાં આવશે. મોગ્લિક્સ સપ્લાય ચેઇનમાં પરિવર્તન લાવવા અને તમામ વર્ટિકલ્સમાં ખરીદીનાં ક્ષેત્રમાં ટેકનોલોજીને કેન્દ્રમાં રાખીને સ્ટ્રેટેજીમાં રોકાણ કરવાનું જાળવી રાખશે, જે ભારતીય બજાર માટે ટચલેસ, સીમલેસ પરોક્ષ ખરીદીને વાસ્તવિક બનાવશે.
કંપનીએ B2B કોમર્સ અને સપ્લાય ચેઇન મોગ્લિક્સ ઇનોવેશન હબ (એમઆઇએચ) નામનું ઇનોવેશન ગેરેજ પણ શરૂ કર્યું છે. આ પહેલ ખરીદીનાં ક્ષેત્ર સાથે સંબંધિત એરિયા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમ કે – અત્યાધુનિક ટેકનોલોજી, SAAS પ્લેટફોર્મ્સ, ફિન્ટેક અને લોજિસ્ટિક્સ વગેરે. મોગ્લિક્સ આ વિચારોનો અમલ કરવા માટે યુવાન અને ડાયનેમિક (રેસિડન્સમાં ઉદ્યોગસાહસિક)માં રોકાણ કરવાનું જાળવી રાખશે. એમઆઇએચ માટે 5 મિલિયન ડોલર અલગ રાખવામાં આવ્યાં છે.
મોગ્લિક્સનાં સ્થાપક અને સીઇઓ રાહુલ ગર્ગે કહ્યું હતું કે, “અમે ખરીદીની પ્રક્રિયામાં પરિવર્તન માટેનું નેતૃત્વ લઈને રોમાંચિત છીએ. અમે આધુનિક ભારત માટે યોગ્ય વિતરણ મોડલ ઊભું કર્યું છે. મારું માનવું છે કે, આ પરિવર્તન ભારતીય સપ્લાયર્સ, બાયર્સને કેવી અસર થશે અને સંપૂર્ણ B2B સપ્લાય ચેઇન આગામી 100 વર્ષમાં કેવો આકાર લેશે એ નક્કી કરશે. અમને ટાઇગર ગ્લોબલ, સીક્વોઇયા ઇન્ડિયા અને કમ્પોઝાઇટ કેપિટલને અમારી સફરમાં સામેલ કરવાની ખુશી છે. મોગ્લિક્સ મોટી વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર છે, જેની ઉત્સાહી ટીમમાં વાર્ષિક ધોરણે 300 ટકાનાં દરે વધારો થયો છે એ જોવું સારી બાબત છે.
ટેકનોલોજીમાં ઇનોવેશન, એનાલીટિક્સ તથા વિસ્તૃત લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ઊભું કરવામાં અને એનાં માલિકી જેવા મુખ્ય ક્ષેત્રોમાં કાર્યદક્ષતા વધારીને અમારી કામગીરીનું વિસ્તરણ કરવાનાં પ્રયાસોને વેગ આપવામાં ફંડ મુખ્ય ભૂમિકા ભજવશે. અમે B2B કોમર્સ સેગમેન્ટમાં તથા જે ક્ષેત્રોમાં અમે કામગીરી કરીએ છીએ એમાં ઇનોવેશનની પુષ્કળ ક્ષમતા અને અવકાશ જોઈએ છીએ.” ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટનાં પાર્ટનર સ્કોટ્ટ શ્લાઇફેરે કહ્યું હતું કે, “અમને મોગ્લિક્સ સાથે જોડાણ કરવા પર ગર્વ છે. મજબૂત મેનેજમેન્ટ ટીમ સાથે ઉદ્યોગમાં લીડર તરીકે મોગ્લિક્સ સતત વૃદ્ધિ જાળવવા માટે સજ્જ છે.”
સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા એડવાઇઝર્સનાં પ્રિન્સિપલ તેજસ્વી શર્માએ કહ્યું હતું કે, “અમારું માનવું છે કે, ટેકનોલોજી 21મી સદી માટે ભારતમાં સપ્લાય ચેઇનને અપગ્રેડ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોગ્લિક્સે એકસાથે બે વિશિષ્ટ એસેટ ઊભી કરી છે – ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયરેક્ટ-ટૂ-એન્ટરપ્રાઇસ ડિસ્ટ્રિબ્યુશન, જે ભારતમાં પરોક્ષ ખરીદીની પુનઃકલ્પના કરે છે. સીક્વોઇયા ઇન્ડિયા થોડાં સમયથી કંપની પર નજર રાખે છે અને આ સેગમેન્ટમાં એની કટિબદ્ધતા દ્વારા પ્રેરિત છે. રાહુલ અને એની ટીમ સાહસિક વિઝન ધરાવે છે તેમજ ભારતનાં અર્થતંત્ર માટે વ્યવસાયનાં પાયા બની શકીએ એટલે તેમની સાથે જોડાણ કરીને ખુશી છીએ.”
કમ્પોઝાઇટ કેપિટલનાં સ્થાપક ડેવિડ માએ કહ્યું હતું કે, “અમને મોગ્લિક્સ ટીમ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે, કારણ કે તેઓ B2B કોમર્સ માટે આધુનિક, ટેકનોલોજી-અનેબલ્ડ સોલ્યુશન્સમાં પથપ્રદર્શક છે. ભારતીય વ્યવસાયમાં પરિવર્તનને જીએસટી સુધારાએ વેગ આપ્યો છે અને મોગ્લિક્સ ખરીદી માટે ઉદ્યોગમાં અગ્રણી સોલ્યુશનો પ્રદાન કરવામાં લીડર તરીકે જળવાઈ રહેશે.”
મોગ્લિક્સનાં હાલનાં બોર્ડમાં એક્સેલ પાર્ટનર્સનાં સુબ્રતા મિત્રા અને જંગલ વેન્ચર્સનાં અનુરાગ શ્રીવાસ્તવ સામેલ છે, જેમણે કહ્યું હતું કે, “વ્યવસાયો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની ગયા છે, જેનો અર્થ એ છે કે, વિચારોની ઝડપે નિર્ણયો લેવામાં આવે છે, ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને વિચાર કરવામાં આવે છે અને કોઈ પણ ઉદ્યોગમાં ઇનોવેશન નવો માપદંડ છે. મોગ્લિક્સે નોંધપાત્ર સફળતા સાથે ઉત્પાદન ક્ષેત્રમાં પરિવર્તનકારક ફેરફારો લાવવાનું જાળવી રાખ્યું છે. શરૂઆતથી એની સફર સાથે રહેવાનો અમને આનંદ છે તથા અમે બોર્ડમાં નવા રોકાણકારોને આવકારીએ છીએ.”