બાબાએ ઓન કેમેરા યુ-ટ્યુબરને થપ્પડ મારી દીધી
પ્રયાગરાજ, ૧૩મી જાન્યુઆરીથી શરુ થયેલો મહાકુંભ અત્યારે આખા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શાહી સ્નાનની વાત હોય કે પછી વિવિધ અખાડાના નાગા બાબાથી લઈને દિવ્ય સંતો. જોકે, અમુક કિસ્સામાં લોકોને મળતી સુવિધાની વાત હોય કે પછી અન્ય પરિબળોને લઈને કુંભમેળો ચર્ચામાં છે.
તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં બાબા ઓન-કેમેરા યુ-ટ્યુબરને થપ્પડ મારી દીધી હતી. એટલે સુધી કે તેનું માઈક ખેંચીને માર્યાે હતો.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુટ્યુબર બાબાના ટેન્ટની બહાર કેમેરામાં કંઈક કહે છે ત્યારે બાબાએ તેને થપ્પડ મારી દીધી હતી.. યુટ્યુબર કેમેરા પર કહે છે કે બાબા લોકો આ મેળામાં ખૂબ ગુસ્સામાં દેખાય છે.
એના બોલવાની જ વાર હતી ત્યાં બાબા ગુસ્સામાં આવી જઈને થપ્પડ મારી દીધી હતી!, જે કેમેરામાં કેદ થાય છે. થપ્પડ માર્યા બાદ બાબા કહે છે કે આ સ્થાનિક લોકોએ અમને ખૂબ પરેશાન કર્યા છે. એક યુટ્યુબર મોટી મીડિયા ચેનલો સામે બાબાની નારાજગીનું રિપો‹ટગ કરવા માટે સંપર્ક કરે છે, પરંતુ બાબા બદલામાં તેને પકડીને તેની ધોલધપાટ કરી નાખી હતી.
એક થપ્પડથી યુટ્યુબરને જાણે સંતોષ થયો નહોતો અને થપ્પડ ખાધા પછી પણ તેને ત્યાં ઊભો રહીને રિપો‹ટગ કરવાનું ચાલુ રાખ્યું હતું. એના પછી બાબા ખૂબ ગુસ્સે થઈને બાબાએ યુટ્યુબરનું માઈક છીનવીને ફેંકી દેવાનો પ્રયાસ કર્યાે હતો.
જોકે, એમ કરવામાં બાબા નિષ્ફળ રહ્યા હતા, ત્યાર બાદ બાબા અને યુટ્યુબર વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી.જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યાે છે.
યૂઝર્સ વીડિયોને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે લખ્યું હતું કે આ લોકોને એકાંતની જરૂર છે. તે તમારી રીલ માટે અહીં બેઠા નથી. અન્ય યુઝરે લખ્યુંપ બાબા સાથે દલીલ, એટલે જીવનનો વિનાશ. તો બીજા યુઝરે લખ્યુંપ મને લાગ્યું જ કે બાબા અચાનક હુમલો કરશે.SS1MS