બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું
લાહોર, બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાણકારી આપી છે. બાબરે કહ્યું કે કેપ્ટનશિપનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ સાથે તેણે તેના ચાહકોનો આભાર માન્યો હતો. બાબરે કહ્યું કે તમારા અતૂટ સમર્થન અને મારામાં વિશ્વાસ બદલ હું તમારો આભારી છું, તમારો ઉત્સાહ મારા માટે ઘણો મહત્વનો છે.
બાબર આઝમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે પ્રિય ફેન્સ, આજે હું તમારી સાથે એક સમાચાર શેર કરી રહ્યો છું કે ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને આપવામાં આવેલી માહિતી પછી મેં પાકિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યાે છે.
આ ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું પદ છોડીને મારી બેટ્સમેનની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરું. બાબરે કહ્યું કે કેપ્ટનશીપ એક લાભદાયી અનુભવ રહ્યો છે, પરંતુ તેનાથી કામનું ભારણ પણ વધ્યું છે. હું મારા પ્રદર્શનને પ્રાથમિકતા આપવા માંગુ છું.
હું મારી બેટિંગનો આનંદ લેવા માંગુ છું અને મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગુ છું, જેનાથી હું ખુશ છું. બાબર આઝમે લખ્યું કે કેપ્ટનપદ છોડવાથી મને આગળ વધવાની સ્પષ્ટતા મળશે અને હું મારી રમત અને વ્યક્તિગત વિકાસ પર વધુ ધ્યાન આપી શકીશ. તેણે લખ્યું કે હું તમારા અતૂટ સમર્થન અને મારા પરના વિશ્વાસ માટે આભારી છું, તમારો ઉત્સાહ મારા માટે ઘણો મહત્વનો છે.SS1MS