બાબાર આઝમ અંગ્રેજી બોલવા પર ટ્રોલ થયો
પાક.ની ક્રિકેટરોમાં અંગ્રેજી ભાષાની સમસ્યા હંમેશા રહી છે
નેધરલેન્ડના પ્રવાસે પહોંચેલા બાબર આઝમનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે
નવી દિલ્હી,સ્પોર્ટ્સ જગત હોય કે ફિલ્મ જગત, દરેક ક્ષેત્રના સ્ટાર્સના ચાહકો વખાણ કરે છે. તેમના દિવાના થઇ જાય છે. પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે લોકો સોશિયલ મીડિયા લડાઇ ઉપર પણ ઉતરી જાય છે. પરંતુ આ જ સ્ટાર્સ કોઇ ભૂલ કરી બેસે ત્યારે યૂઝર્સ ટ્રોલ કરી દે છે. આવા અનેક કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયામાં વારંવાર જાેતા હોઇ છીએ. ત્યારે આ વખતે ટ્રોલર્સનો શિકાર પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો છે.
તાજેતરમાં જ યુઝર્સે બાબર આઝમને તેના બહાર આવેલા પેટના કારણે ટ્રોલ કર્યો હતો અને હવે તે તેની અંગ્રેજી ભાષાને લઈને ટ્રોલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ક્રિકેટરોમાં અંગ્રેજી ભાષાની સમસ્યા હંમેશા રહી છે. નેધરલેન્ડના પ્રવાસે પહોંચેલા બાબર આઝમનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આમાં, તે મેચ પછી ઇન્ટરવ્યૂ દરમિયાન અટકી અટકીને અંગ્રેજી બોલતો જાેવા મળે છે.
classy english made by our captain babar azam😂 https://t.co/Mv23Mu42iC
— Hamza Khan Tanoli (@Tanolibahi786) August 19, 2022
વીડિયોમાં જાેઈ શકાય છે કે બાબર વચ્ચે અટકી જાય છે, કંઈક વિચારે છે અને ફરી પાછો બોલે છે. કેટલીકવાર તે ગમે તે શબ્દોનો ઉપયોગ કરે છે. જેને લઇને યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ ઘટના નેધરલેન્ડ્સ સામે બીજી વનડે મેચ બાદની છે. નોંધનીય છે કે, ગત ૧૮ ઓગસ્ટના રોજ રમાયેલા આ મેચમાં પાકિસ્તાનની ટીમે નેધરલેન્ડ્સને ૭ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ ૩ વનડેની સીરીઝમાં ૨-૦ની સરસાઇ મેળવી લીધી છે.
બીજી વનડે જીત્યા બાદ બાબર ગ્રાઉન્ડ પર ર ઇન્ટરવ્યૂમાં વાત કરી રહ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આઝમના આ વીડિયો પર ટ્રોલર્સ ભારે મજાક ઉડાવી રહ્યા છે. એક યૂઝરે આ વીડિયો શેર કર્યો અને તેની સાથે પોસ્ટમાં લખ્યું કે, પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ પણ બાબર આઝમ કરતા સારું ઇંગ્લિશ બોલતા હતા. તો અન્ય યૂઝરે કમેન્ટ કરી કે, એક બાદ એક મેચમાં બાબર આઝમની ઇંગ્લિશ ભાષા ઘણી સુધરી રહી છે.
આ સારી વાત છે. તો અન્ય યુઝરે લખ્યું કે, અમારા કેપ્ટન બાબર આઝમે ક્લાસિક ઇંગ્લિશ બનાવી છે. એટલું જ નહીં બાબરના આ ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ પણ વાયરલ થઇ રહ્યા છે.ss1