Western Times News

Gujarati News

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય વિદ્યાર્થી શપથ કાર્યક્રમનું આયોજન

યુવા શક્તિ, ભારત કી શક્તિ – એક યુવા, એક રાષ્ટ્ર, એક સંકલ્પની ભાવનાને દ્રઢ કરશે સંકલ્પ સમારોહ

Ahmedabad, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા દેશભરમાં “યુવા શક્તિ, ભારત કી શક્તિ – એક યુવા, એક રાષ્ટ્ર, એક સંકલ્પ” શીર્ષક હેઠળ એક રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શપથ કાર્યક્રમ ૨૮ મે ૨૦૨૫, બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભારતના પાંચ અલગ-અલગ રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસાથે યોજાશે.

પશ્ચિમ ભારતની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

આ યુવા-કેન્દ્રિત પહેલ ભારતનાં ભવિષ્યને સમર્પિત એક રાષ્ટ્રીય શ્રદ્ધાંજલિ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ એક સાથે શપથ લેશે. આ શપથ ‘ઓપરેશન સિંદૂર’ની ભાવના અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘આત્મનિર્ભર ભારત’, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, અને ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’ના આદર્શો દ્વારા એકતા, સેવા અને આત્મનિર્ભરતાના ભાવને પ્રતિબિંબિત કરશે.

આ શપથ સમારોહ યુનિવર્સિટીના પ્રાંગણમાં મહાનુભાવો અને યુનિવર્સિટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાશે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવચનો પણ યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.