બચ્ચને ફોલોઅર્સ વધારવા આઇડિયા પૂછ્યાં અને મજેદાર જવાબ મળ્યાં

મુંબઈ, બીગ બી અમિતાભ બચ્ચન એક એવા સુપરસ્ટાર છે, જે દેશમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોવર્સ ધરાવાતા સેલેબ્રિટીમાંના એક છે, તેમજ તેમની જનરેશનના અન્ય જાણીતા કલાકારોમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય છે.
ત્યારે હવે તેમના માટે એક્સ પર ૫૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવવા એ એક પડકારરૂપ કામ થઈ રહ્યું છે. રવિવારે તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરીને તેમના ફોલોઅર્સના પ્રતિભાવો અને સૂચનો માગ્યાં હતાં, કે કેઈ રીતે તેઓ પોતાના ફોલોઅર્સ વધારી શકે.
તેમણે લખ્યું,“બહુ કોશિશ કરીએ છીએ, પણ આ ૪૯ મિલિયન ફોલોઅર્સનો આંકડો વધતો જ નથી. કોઈ રસ્તો તો બતાવો.” ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમાં યૂઝરના વધારા અને ઘટાડાનો એક મોટો પડકાર હોય છે.
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર તેમના ફોલોઅર્સ તરફથી ઘણા રમુજી અને રસપ્રદ સૂચનો પણ મળ્યાં હતાં. જેમાં પત્ની જયા બચ્ચન સાથે વીડિયો પોસ્ટ કરવાથી લઇને તેમની સાથે થોડી મજાક કરવા સુધીના સૂચનો આવ્યાં હતાં. તો કોઈએ એવું પણ કહી દીધું હતું કે માત્ર પેટ્રોલના ભાવ અંગે પ્રશ્ન ઉઠાવવાથી જ તેમને ૫૦ મિલિયન ફોલોવર્સ મળી જશે.
તો કોઈએ આ સૂચનમાં કટાક્ષમાં કમેન્ટ કરીને એવું પણ કહી દીધું હતું કે તેમણે રેખા સાથે લગ્ન કરવાની જરૂર હતી. તો કોઈએ તેમને રેખા સાથે સેલ્ફી પોસ્ટ કરવાનું પણ સૂચન કર્યું હતું. જો અમિતાભના કામની વાત કરવામાં આવે તો તેઓ ટૂંક સમયમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન લઇને આવી રહ્યા છે અને તેના માટેનાં રજિસ્ટ્રેશન પણ શરૂ થવાની તૈયારી છે.SS1MS