‘કલ્કિ ૨૯૯૮ એડી’ માટે બચ્ચનનું અશ્વત્થામા રૂપે પોસ્ટર જાહેર કરાયું
મુંબઈ, લોકો ટૂંક સમયમાં રિલીઝ થનારી સાઈફાઈ ફિલ્મ ‘કલ્કિ ૨૯૯૮ એડી’ના ટ્રેલરની આતુરતાથી રાહ જઈ રહ્યાં છે. ત્યારે ફિલ્મના મેકર્સ દ્વારા પણ સમયાંતરે ફિલ્મની નવી નવી અપડેટ શેર કરવામાં આવી રહી છે. આજે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું અશ્વત્થામા અવતારનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું.
જેમાં અમિતાભ હાથમાં પોતાનું અસ્ત્ર પકડેલાં અને માથઆ પર દિવ્ય મણી પહેરીને જાણે યુદ્ધ માટે તૈયાર હોય તેવી તસવીર દેખાય છે. આ તસવીરમાં તેઓ યુદ્ધનાં મેદાનમાં ઊભા છે અને પાછળ એક મોટું વાહન અને કેટલાંક લોકો નીચે પડેલાં દેખાય છે.
આ ફિલ્મનું ટ્રેલર ત્રણ જ દિવસાં રિલીઝ થશે. આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું, “બસ હવે રાહ જોવાનાં દિવસો પૂરાં થવા જઈ રહ્યા છે, કલ્કિનું ટ્રેલર આવવામાં ત્રણ જ દિવસ બાકી છે અને ૧૦ જૂને તે રિલીઝ થશે.” ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશનાં નેમાવર, નર્મદા ઘાટ પર અમિતાભ બચ્ચનના અશ્વત્થામારૂપી પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું.
એવું માનવામાં આવે છે કે અશ્વત્થામાની આત્મા હજુ પણ નર્મદાના મેદાનોમાં ફરે છે. તેથી આ સ્થળે પોસ્ટર રજૂ થયું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત, કમલ હસન, પ્રભાસ, દીપિકા પાદૂકોણ અને દીશા પટણી જેવા કલાકારો જોવા મળશે.
‘કલ્કિ ૨૯૯૮ એડી’ નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેનું પ્રોડક્શન વૈજયંતિ મુવીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાઇફાઈ ફિલ્મ ૨૭ જૂન ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.SS1MS