બચ્ચનની દીકરી શ્વેતાનો પહેલો પગાર ૩ હજાર હતો

મુંબઈ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પોતાનું એક પોડકાસ્ટ ચલાવે છે. જેમાં તે બચ્ચન પરિવાર સાથે જાેડાયેલી વાતો કરે છે.
ત્યારે લેટેસ્ટ પોડકાસ્ટમાં નવ્યા નવેલીએ પૈસા સંબંધિત કેટલીક વાતો કરી છે. જેમાં શ્વેતા બચ્ચન પણ સામેલ હતા કે જેમણે પોતાની પહેલી નોકરી અને પગારનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શ્વેતા બચ્ચને જણાવ્યું કે, તે જ્યારે દિલ્હી આવી ત્યારે તે કિંડરગાર્ટનમાં નોકરી કરતી હતી અને તેને ત્યારે ૩ હજાર રૂપિયા મળતા હતા.
આ તેનો પહેલો પગાર હતો. અહીં નોંધનીય છે કે શ્વેતા બચ્ચનના જ્યારે લગ્ન થયા ત્યારે તે દિલ્હી જતી રહી હતી. જ્યાં તેણે નોકરી કરી અને મહિને ૩ હજાર રૂપિયાની કમાણી કરી હતી. આ પૈસા તેણે બેંકમાં ભર્યા હતા. આ પોડકાસ્ટમાં શ્વેતા બચ્ચને કહ્યું કે માતા જયા બચ્ચને ક્યારેય ખર્ચા મેનેજ કરવાનું શીખવાડ્યું નથી.
જાે મારામાં ખર્ચો મેનેજ કરવાના ગુણ હોત તો ક્યારેય પણ ભાઈ અભિષેક બચ્ચન પાસે પૈસા ઉધાર ના માગવા પડ્યો હોત. નવ્યા નવેલી નંદાએ ન્યૂયોર્કની Fordham Universityમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે પ્રોજેક્ટ નવેલીની ફાઉન્ડર અને આરા હેલ્થની કો-ફાઉન્ડર છે.
આરા હેલ્થ ઓનલાઈન પ્લેટફોર્મ છે જે મહિલાઓને લગતાં સ્વાસ્થ્ય સહિતના વિષયો પર ચર્ચા કરે છે. નવ્યા નવેલી નંદા પોતાના નાના-નાની અને મામા-મામીની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી આવવા માગતી. તે હાલ પિતા નિખિલ નંદા સાથે બિઝનેસમાં ધ્યાન આપી રહી છે.
નવ્યાનો ભાઈ અગસ્ત્ય ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવુડ ડેબ્યૂ કરવાનો છે. નવ્યા અને અગસ્ત્ય, શ્વેતા બચ્ચન અને બિઝનેસમેન નિખિલ નંદાના સંતાનો છે. બોલિવૂડના મહાનાયક અને શહેનશાહ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાનું નામ અનેક વાર અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જાેડાયું છે. એવી અટકળ છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
પરંતુ સિદ્ધાંત અથવા નવ્યા તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું અથવા તેમણે ખુલીને ક્યારેય આ બાબતે વાત નથી કરી. નવ્યા અને સિદ્ધાંતની એક પોસ્ટ પરથી તેમના રિલેશનશિપની અટકળોને હવા મળી હતી.SS1MS