દેવગઢબારીઆ બેઠક ઉપર ભાજપના બચુભાઈએ ઉમેદવારી નોંધાવી
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) બચુભાઈ ખાબડે ઉમેદવારી નોંધાવી ત્યારે ખુબ મોટી સંખ્યામાં જનમેદની જાેવા મળી હતી અને મોટી સંખ્યામાં સમર્થકો જાેડાયા હતાં
જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર પૂર્વ ધારાસભ્ય તુષારસિહ બાબા સહિત અનેક નેતા રેલીમાં જાેડાયા દેવગઢબારીયા ૧૩૪ વિધાનસભા બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બચુભાઈ મગનભાઈ ખાબડે મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવવાની હોવાથી વહેલી સવારથી જ ધાનપુર તેમજ દેવગઢ બારીઆ તાલુકાના સમર્થકો મોટી સંખ્યામાં દેવગઢબારીઆ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય પાસે એકત્ર થઈ જ્યા દાહોદ જીલ્લા લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર માજી ધારાસભ્ય અને રાજવી પરિવારના તુષાર બાબા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહી સભા સંબોધી બપોરના બે વાગ્યાના અરસામાં ઉમેદવારી નોંધાવી હતી.