Western Times News

Gujarati News

સિદ્ધાર્થ રાંદેરિયા “બચુભાઈ” ફિલ્મમાં ધૂમ મચાવશેઃ ટીઝર થયું રિલીઝ

“બચુભાઈ” સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર આ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ

પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા આવનારી ગુજરાતી ફિલ્મ “બચુભાઈ”માં મુખ્ય ભૂમિકા ભજવતા નજરે પડશે.

પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા હંમેશાથી તેમના કોમેડી ટાઇમિંગથી દર્શકોને હસાવતાં આવ્યા છે. અસંખ્ય ફિલ્મો અને નાટકોમાં અભિનય આપ્યા બાદ હવે તો એક અનોખી ગુજરાતી ફિલ્મ “બચુભાઈ”માં મુખ્ય ભૂમિકા ભજવતા નજરે પડશે. આ ફિલ્મનું ટીઝર 30 જૂનના રોજ રિલીઝ થયું છે.

આ ફિલ્મ 21 જૂલાઇ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટીઝર નિહાળ્યા બાદ દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. જીઓ સ્ટુડિઓઝ દ્વારા પ્રસ્તુત કરાયેલ આ ફિલ્મ પેનોરમા સ્ટુડિઓઝ દ્વારા વિશ્વભરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે.

સિદ્ધાર્થ રાંદેરિયા સિવાય “બચુભાઈ” ફિલ્મમાં અપરા મેહતા, અમિતસિંહ ઠાકુર, નમન ગોર, પૂર્વી પાલન વગેરે પણ મહત્વની ભૂમિકાઓ નીભાવતા નજરે પડશે.

જીઓ સ્ટુડિયોઝ ના બેનર હેઠળ અને એસપી સીનેકોર્પ ના પ્રોડક્શન હેઠળ જ્યોતિ દેશપાંડે, શરદ પટેલ અને શ્રેયાંશી પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા દિર્ગદર્શિત છે.

આ એક હળવી કોમેડી ફિલ્મ છે અને સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે. પેનોરમા સ્ટુડિઓઝ દ્વારા આ ફિલ્મ સમગ્ર વિશ્વમા રિલીઝ થઇ રહી છે. “બચુભાઈ” ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતને એક નવી ઊંચાઈએ લઈ જવા અને દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે તૈયાર છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.