બેક પેઈન, સિયાટીકાના દુખાવામાં પારિજાતનો વિશેષ ગુણ
આ રોગને આયુર્વેદમાં ગૃધ્રસી, પાશ્ચાત્ય વૈદકમાં સાયટીકા અને સર્વ સામાન્ય ભાષામાં રાંઝણના નામથી ઓળખાય છે. ડલ્હણે. ગૃહમિવ સ્યતિ ભક્ષતી એટલે કે ગૃધ્ર ગીધ ચાંચ મારે અને જે પીડા ઉત્પન્ન થાય તેવી જ પીડા ઉત્પન્ન થતી હોવાથી ગૃધ્રસીનું નામ આ રોગને આપવામાં આવ્યું છે.
કમરના મેરૃદંડમાંથી જ્ઞાનતંતુઓ બહાર આવ્યા પછી તેનું એક દોરડું બને છે. આ જ્ઞાનતંતુઓનું બહાર આવ્યા પછી તેનું એક દોરડું બને છે. આ જ્ઞાનતંતુઓનું દોરડું ઔચ્છિક સ્નાયુઓની હલનચલનની ક્રિયાઓ ઉપર કાબૂ ધરાવે છે. પગની ચામડીની લાગણીઓનું સંદેશા રૃપે વહન કરે છે.
તેથી જ આ જ્ઞાનતંતુઓવાળા દોરડાને સાયટીક નર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગનો અર્થ એ થયો કે સાયટીક નર્વમાં અથવા તેની શાખામાં થતો દુખાવો. તે જ આ રોગની પીડાનું સ્થાન છે.
રાંઝણ – સાયેટીકા –Sciatica નું ઊત્તમ ઔષધ છે. તેમજ તેની અસર અન્ય રોગો કરતાં ગૄધ્રસી – રાંઝણ (Sciatica) માં વિશેષ છે. રાંઝણ તેમજ વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો Sciatica ઝડપભેર મટે છે.
સાયટીકા એ કમરની સ્લિપ-ડિસ્કના કારણે પણ થતો રોગ છે. આ સાયટીકા નાડી અથવા તેની કોઈ પણ શાખામાં ખેંચાણ આવવાથી, દબાઈ જવાથી અથવા કોઈ પણ કારણસર તેમાં ઉત્તેજના થતાં તેનો દુખાવો થાય છે. આ દુખાવામાં સાથળ, જાંઘ, પગના ઘૂંટણ અને નીચેના નળાની આગળ પાછળના ભાગમાં ટાંકણી ભોંકાતી હોય તેવી પીડા અને ઝણઝણાટી સાથે પગના તળિયામાં બળતરા થાય છે. તેથી પગ ભારે થઈ જાય છે. સાંધાની વિકૃતિઓમાં તથા કમરના સાંધાઓની વિકૃતિમાં આ જ પ્રકારનો દુખાવો જણાય છે.
રાંઝણ (સાયેટિકા, આમવાત અને કફનો તાવ : પારિજાતના પાન, નગોડના પાન અને સૂંઠનો ઉકાળો કરી, મધ કે જૂનો ગોળ નાંખી રોજ પીવું. પારિજાત નાં પાન અને ફૂલના ઔષધીય ઉપયોગો :ગુણકર્મ – પારિજાતના પાનનો વિશેષતઃ ઔષધ તરીકે ઊપયોગ થાય છે.
સન્ધિવાતઘ્નો ગુદ્વાતાદિ દોષનુત્ I સાંધાનાં વા નો તથા અપાનવાયુનો નાશ કરનાર છે. પારિજાત લઘુ અને રુક્ષ છે. છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. તે પચવામાં તીખી છે. મતલબ કટુ વિપાકી છે. તે સ્વાદે કડવું છે કફવાત શામક તરીકે ગુણો ધરાવે છે. અન્ય ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તે જંતુઘ્ન અને કેશ્ય પણ છે. નાડીતંત્રના સોજાને દૂર કરીને Neurological treatment માં તે સારામાં સારું પરિણામ આપે છે.
કારણો: આ રોગનાં કારણો પરત્વે આયુર્વેદ કહે છે કે વારંવાર ઠંડી-ગરમીની શરીર પર પડતી અસરોથી જ્ઞાનતંતુઓ પર દબાણ થવાથી, આંતરડામાં આમનો સંગ્રહ થવાથી, નિતંબપ્રદેશ પર શિત્ત કે આઘાત લાગવાથી વાતપ્રકોપ પામી નાડીઓમાં શૂળ પેદા થઈ ગૃધ્રસી જેવા રોગનો ઉદ્ભવ થાય છે. વિશેષ કારણોમાં જીર્ણ વૃક્કશોથ, મધુમેહ, કરોડરજ્જુમાં આઘાત લાગવાથી, ગૃધ્રસી નાડી ઉપર સતત દબાણ આવવાથી આ રોગ થાય છે.
લક્ષણો :શરુઆતમાં નિતંબપ્રદેશમાં સ્તબ્ધતા અને વેદના જણાય છે. ધીરે ધીરે જાંઘના પાછળના ભાગમાં પિંડીઓમાં અને પગના નીચેના ભાગમાં પણ પીડા જણાય છે. કોઈ કોઈ વાર પગના અંગૂઠા સુધી વેદના અને ખેંચાણ થાય છે. કીડીઓ કરડતી હોય કે સોયા ભોંકાતા હોય તેવી પીડા સંભવે છે.
રોગી સીધો સૂવે, પણ પગ સીધો રાખી શકે નહીં, તે ટૂંટિયું વાળી સૂવે છે. જ્યારે આ રોગ જીર્ણ અવસ્થા પામે છે ત્યારે સ્પર્શજ્ઞાન પણ ખૂબ ઓછું થઈ જાય છે. ચાલતી વખતે આ રોગી એક બાજુ નમીને ચાલે છે. મુખ્યત્વે આ લક્ષણ પ્રોલેપ્સ ડિસ્કમાં જોવા મળે છે. આવી પીડા એક જ પગ ઉપર થાય છે અને મહિનાઓ સુધી ચાલે છે.
ક્યારેક મટ્યા પછી ફરી પણ ઉથલો મારે છે. આ રોગની તીવ્ર અવસ્થામાં, રોગી ટેકા કે લાકડી વગર ઊભો રહી શક્તો નથી. દુખતી બાજુએ સૂઈ પણ શકતો નથી. સ્ત્રી રોગોમાં અને મધુમેહની તીવ્ર અવસ્થામાં બંને પગે આવી પીડા ક્યારેક સંભવે છે. કમરના પાંચમા મણકામાં (તથા પહેલી અથવા બીજી ત્રિકમાંથી ગૃધ્રસી નાડી ઉપર દબાણ પડવાથી કરોડરજ્જુના મણકાની ગાદી ખસી જવાના કારણે અથવા અર્બુદ (ગાંઠ) થવાથી તેના દબાણના કારણે આ રોગ થાય છે.
ચિકિત્સા- ગૃધ્રસીની ચિકિત્સા તેની અવસ્થા ઉપર નિર્ભર કરે છે. ઔષધોમાં ગૂગળ, નગોડ, ભલ્લાતક અને દશમૂલના યોગો અગ્રિમ સ્થાને છે. ગૃધ્રસીનું મુખ્ય લક્ષણ વેદના છે અને જેમ જેમ સમય જતો જાય, તેમ તેમ વેદના કમરથી પગ સુધી ફેલાય છે. આ રોગમાં દૂષિત વાયુ અપાનવાયુ છે.
નગોડનાં પાન ૨૫ ગ્રામ, મહાનારાયણ તેલ ૨૦૦ ગ્રામ. વિધિ – નગોડના તાજા પાન ચપ્પુથી ટુકડા કરી, મહાનારાયણ તેલથી તાવડીમાં સહેજ બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવાં. ત્યાર બાદ એક ચોરસ કપડાના ટુકડામાં સાંતળેલાં પાનને વચમાં મૂકી તેના ચારેય છેડા અંદર વળે એવી રીતે ભેગા કરી પોટલી બનાવવી. આ પોટલીને વચમાં મૂકી પોટલી બનાવવી. આ પોટલીને, સહન થાય તેવા ગરમ મહાનારાયણ તેલમાં ડુબાડીને, નિતંબથી ક્રમશઃ પગની એડી સુધી શેક કરવો. આ શેક આરામ થાય ત્યાં સુધી દરરોજ અડધો પોણો-કલાક કરવો.
મહાવાતરાજરસ ઘટકશુ, ધતુરબીજ, કજ્જલી, લોહભસ્મ, પ્રત્યેક ૨૦-૨૦ ગ્રામ અભ્રકભસ્મ, તજ, લવિંગ, જાવંત્રી, જાયફળ, એલચી, કપૂર, મરી પ્રત્યેક ૧૦ ગ્રામ. બધાં દ્રવ્યો સારી રીતે ઘૂંટી મેળવી, ધતુરાના રસની ભાવના આપી ૬૦ મિ.ગ્રામની ગોળી બનાવવી. માત્રા – ૧થી ૨ ગોળી – ઉપયોગ શરીરના કોઈ પણ પ્રકારના શૂળને મટાડે છે. આ પ્રયોગ વાત રોગની પીડામાં ખૂબ જ લાભદાયી છે. ઉપયોગ – મહાયોગરાજગૂગળ, રાસ્નાદી ગૂગળ કે પથ્યાદી ગૂગળ ત્રણેમાંથી કોઈ પણ એક પ્રકારનો ગૂગળ લઈ ૨-૨ ગોળી ક્વાથ સાથે લેવી. મહારાસ્નાદી ક્વાથનો ૨૫ ગ્રામ ભૂકો ૧૬ ગણા પાણીમાં ઉકાળી, ચોથા ભાગનો રહે ત્યારે ગાળી, એરંડ તેલ ૧૦ ગ્રામ મેળવી સવાર સાંજ લેવું.
વાતગજાંકુશ: ઘટક રસસિંદૂર, લોહભસ્મ, માક્ષિકા ભસ્મ, શુદ્ધ ગંધક, શુદ્ધ વચ્છ્નાગ, શુદ્ધ તાલ, હરડે, સૂંઠ, મરી, પીપર, કાકડાસીંગી, અરણીની છાલ અને શુદ્ધ ટંકણ સરખે ભાગે લઈ બધાને વિધિસર મેળવી ગોરખમુંડી અને નગોડ પાનના રસની એકએક ભાવના આપી ૨૪૦ મિ.ગ્રામની ગોળી કે ટીકડી બનાવવી. માત્રા – ૧થી ૨ ગોળી રાસનાસપ્તક ક્વાથ સાથે લેવી. ક્વાથ ૨૦ ગ્રામ ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી પીવું.
ઉપયોગ – ગૃધ્રસી સાયટીકા તેમજ કૌષ્ટુક શીર્ષ (સાયનોવાઇટ) ઢીંચણ શિયાળના માથા જેવો ફૂલી જવાના રોગમાં તથા વિશ્વાચી અને અપબાહુક જેવા પીડાકારી રોગોમાં ખૂબ જ ઉપયોગી ઔષધ છે. એકાંગવીર રસ ઘટકરસ સિદૂર, શુદ્ધ ગંધક, કાંત લોહ ભસ્મ, બંગભસ્મ, નાગ ભસ્મ, તામ્રભસ્મ, અભ્રક ભસ્મ, લોહભસ્મ, સૂંઠ, મરી, પીપર, નગોડ, આદુ, ચિત્રકમૂળ, સરગવાની છાલ, કટુ, ઝહેરકોચલુ, આંકડાના મૂળ, હાડ્યાકર આ ઔષધિઓના
ક્વાથ કે રસના ક્રમ પ્રમાણે ૩-૩ ભાવના આપવી અને ૧૨૦ મિ.ગ્રામની ગોળી બનાવવી. માત્રા- ૧થી ૨ ગોળી દિવસમાં ત્રણ વાર રાસ્નાદી ક્વાથ સાથે લેવી.ઉપ યોગ – આ ઔષધી રાંઝણ રોગનું નિશ્ચિત ઔષધ છે. જેનો હું મારા પ્રેક્ટિસ દરમિયાન પણ ઉપયોગ કરું છું. સખત દર્દ થવું, પગ અકડાઈ જવો અને થોડા વખત ઊભા રહેતા અતિશય ઝણઝણાટી કે કળતર થતી હોય તેવી સ્થિતિમાં આ ઔષધ રાંઝણમાં રામબાણ ઔષધ જણાયું છે.
સાઈટીકા અને ગઠિયા નો રામબાણ ઇલાજ પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવો. કહેવાય છે કે 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટી જાય છે. જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય
અને કોઈ પણ જાત ની દવા કરી પણ ફેર ન પડતો હોય તો પારિજાતના દસથી બાર પાનને લઈને ઉપર કહ્યા મુજબ પીસી નાખો, પછી એક ગ્લાસમાં પાણીમાં તેને ઉકાળો. પાણી જ્યારે પા ભાગનું બચે ત્યારે તેને ઠંડુ કરીને પી જાઓ. આવું કરવાથી ત્રણ મહિનામાં ગોઠણ માં smoothness પાછી આવી જાય છે. અને જો આનાથી ફેર ન પડે તો અથવા થોડી ખામી રહી જાય તો એક મહિનાનું અંતર રાખીને આ ઉપાય પાછો અજમાવી શકાય છે.
જે તે ઉપચાર માટે જાણકાર વૈદ, આયુર્વેદાચાર્ય, નિષ્ણાત ચિકિત્સક ની સલાહ લેવી ખૂબ આવશ્યક છે. સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે. મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે.