ડેમ જોવા ગયેલા 5 લોકોને પરિવાર તણાયો (જૂઓ વિડીયો)
લોનાવાલા ધોધમાં એક જ પરિવારના સભ્યો તણાયા
(એજન્સી)પુણે, મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે ધોધની દુર્ઘટનામાં આખો પરિવાર તણાયો હોવાની ખોફનાક ઘટના બની હતી. આ ઘટનામાં એક ૩૬ વર્ષિય મહિલા સહિત ૧૩ વર્ષની અને આઠ વર્ષની બાળકીનું મોત થયુ છે. ડેમ પાસેની નદીમાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત ૯ વર્ષનો અને ચાર વર્ષનો બાળક ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. Horrible Incident has come to light near the backwaters of Bhushi Dam Lonavala area of Pune (A family was enjoying a rainy day here, when they slipped into the dam)
આ ઘટનાનો ખોફનાક વીડિયો પણ સામે આવ્યો હતો. આ ધોધમાર પાણીના પ્રવાહમાં ડુબેલો અંસારી પરિવાર આગ્રાનો હતો અને પુણેમાં રહેતા એક સંબંધીના લગ્નમા આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં આવેલા આ પરિવારે અચનાક લોનાવાલા જવાનો પ્લાન બનાવ્યો હતો. સૈયદનગરના એક પરિવારના ૧૭ સભ્યોએ પૂણેના હડપસર વિસ્તારમાં વરસાદ વચ્ચે પિકનિક માટે લોનાવાલાની પાસે એક ટુરિસ્ટ પેલેસ પર જવા માટે ખાનગી બસ ભાડે કરી હતી.
Horrible Incident has come to light near the backwaters of Bhushi Dam Lonavala area of Pune (A family was enjoying a rainy day here, when they slipped into the dam) 💔
pic.twitter.com/F26i8hBM8y— Ghar Ke Kalesh (@gharkekalesh) July 1, 2024
રવિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના સુમારે ધોધના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ૧૦ લોકો તણાઇ ગયા હતા. એક છોકરીને ત્યાં હાજર લોકોએ બચાવી હતી. આ ઘટનામાં એક પરિવારના ૧૦ સભ્યો વહી ગયા હતા.