મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત
નવી દિલ્હી, મહિલા ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. દુબઈમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ૫૮ રનથી હારી ગઈ હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૧૬૦ રન બનાવ્યા અને તેની સામે ટીમ ઈન્ડિયા ૧૦૨ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
દુબઈમાં યોજાયેલી મેચમાં સૌથી પહેલા શેફાલી વર્મા ૨ રન બનાવીને આઉટ થઈ. જ્યારે મંધાનાએ ૧૨ રન, હરમનપ્રીત કૌરે ૧૫ રન અને જેમિમાહ રોડ્રિગ્સે માત્ર ૧૩ રન બનાવ્યા હતા. આ સાથે રિચા ઘોષ ૧૨ રન અને દીપ્તિ શર્મા ૧૩ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયાના ટોપ ૬ બેટ્સમેનમાંથી ૪નો સ્ટ્રાઈક રેટ ૧૦૦થી ઓછો હતો. ટીમ ઈન્ડિયા માત્ર ૧૯ ઓવર રમી શકી અને ૧૦૨ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની એક પણ ખેલાડી ૨૦ રનના આંકડા સુધી પહોંચી શકી નથી. ટીમમાં હરમનપ્રીતે સૌથી વધુ ૧૫ રન બનાવ્યા હતા.
દુબઈમાં ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુઝી બેટ્સ અને પ્લિમરે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ મળીને ૬૭ રન કર્યા હતા. આ પછી કેપ્ટન ડિવાઈને મિડલ ઓર્ડરમાં ૫૭ રન બનાવતા ટીમનો સ્કોર ૧૬૦ રન થયો.
જ્યારે બીજી ઈનિંગમાં પિચ ધીમી પડી ગઈ હતી અને તેનો ફાયદો ન્યુઝીલેન્ડની સ્પિનર્સને મળ્યો હતો. રોઝમેરી મેયરે ૧૯ રન આપણે ૪ વિકેટ લીધી હતી. તાહુહુને ૩ અને કાર્સનને ૨ વિકેટ મળી હતી. જ્યારે એમિલિયાને એક વિકેટ મળી હતી.ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. કારણ કે, હવે ટીમ ઈન્ડિયાની ત્રણમાંથી બે મેચ મુશ્કેલ છે.
ટીમ ઈન્ડિયા આગામી મેચ ૬ ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. આ સિવાય ટીમ ઈન્ડિયા ૯ ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે અને ઓસ્ટ્રેલિયા સાથે ૧૩મી ઓક્ટોબરે મેચ છે.ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. આ બંને ટીમો ભારત માટે સૌથી મોટો ખતરો છે. તાજેતરમાં એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું.
આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમ T૨૦ વર્લ્ડ કપમાં સૌથી સફળ ટીમ રહી છે. ઓસ્ટ્રેલિયાને હરાવવાનું સૌથી મુશ્કેલ હશે. આ સિવાય, જો ભારત અહીંથી તેની બાકીની તમામ મેચ જીતી જાય તો પણ મામલો નેટ રન રેટમાં અટવાઈ શકે છે. આવા ફોર્મેટની ટૂર્નામેન્ટમાં, એવું બની શકે છે કે ગ્રુપ સ્ટેજમાં ટોપની ત્રણ ટીમો માત્ર એક જ મેચ હારી હોય.
આવી સ્થિતિમાં નેટ રન રેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જશે. જે અત્યારે ટીમ ઈન્ડિયાની સૌથી ખરાબ છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની નેટ રન રેટ -૨.૯૦૦ થઈ ગઈ છે.SS1MS