બદ્રીનાથ ધામમાં નવા નિયમો લાગુઃ ફોટોગ્રાફી-વીડીયો કોલીંગ કર્યો તો દંડ

ભકતોએ મંદિરમાં કાપડના ચંપલ-જુતા પહેરવા પડશેઃ દર્શન માટે સ્લોટ સીસ્ટમ
(એજન્સી)દહેરાદુન, આ વખતે ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષીત બનાવવા માટે વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ લાગુ કરી છે. મંદીર પરીસરમાં વીડીયો કોલીગ અને ફોટોગ્રાફી પર પ્રતીબંધ લગાવી દેવામાં આવ્યો છ. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભકતો પર પ૦૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
સોમવારે જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સંદીપ તિવારીએ પ્રવાસ વ્યવસ્થા અંગે બેઠક યોજી હીત અને તમામ સંબંધીત અધિકારીઓ અને હિતધારકો સાથે ચર્ચા કરી હતી. યાત્રાને વધુુસારી બનાવવા માટે બેઠકમાં ઘણા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
બેઠકમં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધામમાં ભકતોને કાપડના ચંપલ અને જાડા મોજાં પહેરવાની સલાહ આપવામાં આઆવશે. આઅ માટે હોટલ માલીકોને કાપડના ચંપલ અને મોજાં આપવા સુચના આપવામાં આવી છે.
તેમજ મંદીર પરીસરની આસપાસ ચંપલના ઢગલાથી થતી અવ્યવસ્થાને રોકવા માટે સાકેત તિરાહા ખાતે શુ સ્ટેન્ડ બનાવવામાં આવશે. યાત્રાના રૂટ પર ટ્રાફીક અને પાર્કીગની વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક સર્વેશ પંવરે જણાવ્યું હતું હોટલ માલીકોએઅ બુક કરેલા વાહનો માટે પાર્કીગની વ્યવસ્થા નિશ્ચિત કરવી પડશે. અન્યથા ચલણની કાર્યવાહી કરવામાં આવશે.
શ્રધ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ હોટલોમાં ફરજીયાતપણે ઓકિસજન કોન્સનટ્ટર રાખવા સુચના આપવામાં આવી છે. આ વખતે મંદીર દર્શન માટે સ્લોટ સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. નિર્ધારીત સમયે દર્શન માટે શ્રધ્ધાળુઓને ટોકન આપવામાં આવશે.