ઈશા સાથે ટૂંક સમયમાં બીજા લગ્ન કરશે બાદશાહ
મુંબઈ, સિંગર રૈપર બાદશાહ છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ ગર્લફેન્ડ ઈશા રિખી સાથે રિલેશનશિપમાં છે. ત્યારે હવે સમાચાર આ કપલ હવે પોતાની રિલેશનશિપને નેકસ્ટ લેવલે લઈ જવા માંગે છે. એક ન્યૂઝ પોર્ટલની રિપોર્ટ અનુસાર, બાદશાહ અને ઈશા આ મહિનામાં જ લગ્ન કરવા દઈ રહ્યા છે.
ઉત્તર ભારતના ગુરુદ્વારામાં તેઓ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઈશા કાલે જ લગ્નની ખરીદી કરતી શહેરમાં જાેવા મળી હતી. હાલ બંનેના લગ્નની વાત માત્ર તેમના નિક્ટના મિત્રો જ જાણે છે. હાલ આ અંગે કોઈ અનાઉ્સ્મેન્ટ થયુ નથી.
રૈપર બાદશાહ સાથે એક મ્યુઝિક કંપનીમાં કામ કરી ચૂકેલા એક કર્મચારીએ આ વાતને પુષ્ટી આપી છે. લગ્નની વાત અંગે જ્યારે રિખીનો સંપર્ક કરવામાં આવ્યો તો રિખીએ કોઈ જવાબ આપ્યો નહતો.જ્યારે રેપર બાદશાહે પણ કોઈ ઉત્તર આપ્યો ન હતો. છેલ્લા કેટલાય સમયથી બંનેના સબંધની ચર્ચાઓ ચાલી રહી છે. જાે કે, બંને પોતાના રિલેશનની ખરાઈ પણ કરી નથી અને વાતનું ખંડન પણ કર્યુ નથી.
હાલ બંનેના સબંધીઓ પણ આ વાત અંગે કોઈ જવાબ આપી રહ્યા નથી. બાદશાહે જૈસ્મીન મસીહ સાથે પહેલા લગ્ન કર્યા હતા, આ લગ્ન સબંધમાં તેમને દીકરીનો જન્મ થયો હતો, આ દીકરીનું નામ જેસેમી ગ્રેસ મસીહ સિંહ છે.
બાદશાહ અને જૈસ્મીને વર્ષ ૨૦૨૦માં અંગત કારણોસર એકબીજા સાથેથી છૂટા પડી ગયા હતા. બાદશાહની પત્ની જૈસ્મીનન એક ઈસાઈ પરિવારમાંથી આવે છે અને તેનુ એક અલગ સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ છે. આ કારણે ઘોડી, વરઘોડો અને ફેરાફરવાને બદલે બંનેએ ઈસાઈ રિવાઝ મુજબ લગ્ન કર્યા હતા. મીડિયામાં કોઈ કવરેજ સિવાય કપલે ૨૦૧૨માં લગ્ન કરી દીધા હતા.SS1MS