બાંગ્લાદેશી મહિલાનું જીમેલ એકાઉન્ટ પાક.માં એકિટવ થયું હતુંઃ ક્રાઈમ બ્રાન્ચ

AI Image
(એજન્સી)અમદાવાદ, બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ કઢાવનાર બાંગ્લાદેશી મહીલાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. મહીલા આરોપીને કોર્ટમાં રજુ કરતા અરજન્ટ કોર્ટે ૧૮મી સુધી આરોપીના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
રીમાન્ડ અરજીમાં ક્રાઈમ બ્રાચે એવી રજુઆત કરી હતી કે, મહીલા અગાઉ એન્ડ્રોઈડ ફોન વાપરતી હતી ત્યારે તે ફોનનું જીમેલ એકાઉન્ટ પાકિસ્તાનમાં એકિટવ થયું હતું. જેથી દેશની આંતરીક સુરક્ષા માટે તે મુદો મહત્વનો છે તે અંગે તપાસ જરૂરી છે.
ઉપરાંત મહીલાનું ફેસબુક એકાઉન્ટ સહીતના સોશીયલ મીડીયા બાંગ્લાદેશમાં એકિટવ થયા હતા તે મામલે પણ તપાસ જરૂરી છે.શ સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપી મુળ સુમીલપર, જીલ્લો-નારાયણગંજ, ઢાંકા બાંગ્લાદેશની વતની છે. તો તે કેવી રીતે ભારતમાં આવી ?તેને ભારતમાં કેવી રીતે અને કોણે પ્રવરેશ અપાવ્યો આ મામલે કોઈ એજન્ટ કે સંસ્થાની ભુમીકા છે. કે નહીં ?
આરોપી જુદાજુદા લોકો સાથે ફોનથી અલગઅલગ દેશમાં સંપર્ક ધરાવે છે. તેથી તેની કોલ ડીટેઈલ મેળવવાની છે આરોપીઓ ભારતીય પાસપોર્ટ બનાવવા માટે ભાડા કરાર આધારકાર્ડ અસલ ઓળખ છુપાવી બન્યો છે. જયારે જન્મનું પ્રમાણપત્ર ખોટી રીતે ઉત્તર પ્રદેશની મેળવ્યું છે કે તે કોની મદદથી મેળવ્યું આરોપીએ છેલ્લા છ વર્ષમાં ૭-૮ વખત પોતાના સરનામા બદલ્યા છે. અને તેમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે.
બાંગ્લાદેશના કોઈ પુરાવ આરોપી પાસે છે કે નહી આરોપી અમદાવાદમાં મકાન ખરીધું હતું. અને જુદાજુદા બેક એકાઉન્ટ ધરાવે છે તેની તપાસ કરવાની છે. મકાન ખરીદવા માટે કોણે નાણાકીય સહાય પુરી પાડી ? આરોપીને બોગસ દસ્તાવેજના આધારે પાસપોર્ટ કોણે અને કેવી રીરતે બનાવ્યો ? સહીતના મુદો તપાસ માટે ૧૦ દીવસના રીમાન્ડની જરૂર છે.
આરોપી તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે, જે જાણતી હતી તે તમામ હકીકતો જણાવી દીધી છે. તપાસમાં સહકારર આપ્યો છે. પોલીસે જે મુદો તપાસ કરવા રીમાન્ડ માગી રહયાં છે. તેમાં આરોપીની હાજરીની કોઈ જ જરૂર નથી તેથી રીમાન્ડ ન આપવા જોઈએ.