બગસરાના બાયપાસમાં વરસાદ પછી રસ્તામાં મોટા ગાબડાં પડ્યા

પ્રતિકાત્મક
બગસરા, અહીના સ્વામીનારાયણ મંદીરથી બાયપાસ સુધીનો રસ્તો અતી બિસ્માર હાલતમાં છે. આ રોડ પર વાહનોની સતત અવરજવર રહે છે. શહેરનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. ત્યારે આ રોડની દશા જાણે મગરમચ્છની પીઠ સમાન થઈ ગયેલી જાેવા મળી રહેલ છે.
આ રોડ પર બેથી ત્રણ છે જયારે આ રોડ શહેરમાં આવવા માટે નો મુખ્ય માર્ગ છે છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરોને કેમ બેઠા છે. એવા લોકોમાં પ્રશ્નો ઉઠી રહયા છે. બગસરા ના હડાળા વાઘણીયા અને આજુબાજુના ગામના લોકો જયારે દર્દીને લય આવે ત્યારે બગસરામાં પ્રવેશ કરતા જ એવું લાગે કે દર્દી હવે નહી રહે
આટલી ખરાબ પરીસ્થિતિ હોવા છતાં તંત્ર તો જાણે કાય જાણતું ન હોય અને મૌન બેઠું જાેયા કરે છે તો લોકો અને ત્યાંથી પસાર થતા રાહદારી ની સમસ્યા કોણ સાંભળશે એવા લોકો માં પ્રશ્નો ઉઠી રહયા છે. હાલ ચોમાસુ બેસી ગયેલ છે. ગમે ત્યારે વરસાદ પણ આવે છે.
ત્યારે અહીના રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરાય જાય છે ત્યારે બહાર આવતા મુસાફરોને અઢળક મુસીબત નો સામનો કરવો પડે છે. તો લોકો માં માંગ ઉઠી છે કે આ રસ્તો ઝડપથી સરખો કરે અને લોકો ને અકસ્માત થી બચાવો…
જયારે આ બાબતે નગરપાલિકા ના પ્રમુખને ફોન દ્વારા પુછતાં તેમને જણાવેલ કે પહેલા ડામર રોડ મંજુર થયેલ હતો પરંતુ પાણી ના મારો વધારે હોવાથી ત્યાં સીમેન્ટ રોડ કરવાનું નકકી કરેલ છે. આ રોડ બને તેટલાં ઝડપથી બનાવવા લોકો દ્વારા માંગ ઉઠી છે.