બજાજ આલિયાન્ઝ લાઇફે તેની પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સ માટે અત્યાર સુધીના સૌથી વધુ બોનસની જાહેરાત કરી
- નાણાકીય વર્ષ 2024 માટે જાહેર કરાયેલા રૂ. 1,383 કરોડ બોનસથી 11.66 લાખથી વધુ પોલીસી ધારકોને લાભ
પૂણે, 30 એપ્રિલ, 2024: ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ આલિયાન્ઝ લાઇફે સતત 23માં વર્ષે બોનસની જાહેરાત કરી છે. તે 11.66 લાખથી વધુ પોલીસી ધારકોને અપાશે કે જેમણે કંપનીની પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સમાં રોકાણ કર્યું છે. આ કંપની દ્વારા નાણાકીય વર્ષ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 1,383 કરોડ બોનસની જાહેરાત છે.
પરંપરાગત પાર્ટિસિપેટિંગ (પ્રોફિટ સાથે) પોલીસીના ધારકો આ બોનસ માટે પાત્ર છે, જેને પાર્ટિસિપેટિંગ (પ્રોફિટ સાથે) ફંડ્સ અંતર્ગત મળેલી સરપ્લસમાંથી જાહેર કરાયું છે. 31 માર્ચ, 2024 સુધીમાં અમલમાં રહેલી તમામ પાર્ટિસિપેટિંગ પોલીસી આ બોનસ મેળવવા માટે પાત્ર છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ફ્લેક્સી ઇન્કમ ગોલ, બજાજ આલિયાન્ઝ એલીટ એશ્યોર, બજાજ આલિયાન્ઝ લાઇફ એસ જેવી પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સના પોલીસી ધારકો જાહેર કરાયેલા બોનસના લાભાર્થી રહેશે. નાણાકીય વર્ષ 2024 માટેનું બોનસ નાણાકીય વર્ષ 2023ના બોનસની તુલનામાં 15 ટકા વધુ છે, જે રૂ. 1,201 કરોડ હતું.
બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ તરૂણ ચુગે કહ્યું હતું કે, “અમે અમારા બે દાયકાના ઇતિહાસમાં સર્વોચ્ચ બોનસની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. તે લાંબાગાળાના જીવનના લક્ષ્યોને સક્ષમ કરવા ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાને દર્શાવે છે. અમારી રોકાણની રણનીતિ કે જે અમારી વેલ્યુ-પેક્ડ પ્રોડક્ટ્સ સમર્થિત છે, જે દર વર્ષે અમારા ગ્રાહકો તેમના જીવનના લક્ષ્યોની વધુ નજીક પહોંચે તે સુનિશ્ચિત કરે છે. આ બોનસની જાહેરાત તે દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. અમે અમારા ગ્રાહકોના જીવન લક્ષ્યો તરફ આગળ વધવા તથા આ જાહેરાતો દ્વારા તેમના વિશ્વાસની સ્વિકૃતિ માટે સતત કાર્યરત રહીશું.”
દરેક નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલું બોનસ સંચિત થાય છે અને પોલીસીની પાકતી મુદ્દત અથવા નિકાસ ઉપર વિતરિત કરાય છે. આ ઉપરાંત પોલીસીની શરતો મૂજબ ચોક્કસ પોલીસી ઉપર રોકડ બોનસ અપાશે.
About Bajaj Allianz Life Insurance
Bajaj Allianz Life Insurance is one of India’s leading and fastest growing private life insurers. The company is a partnership between two powerful and successful entities in their own right – Bajaj Finserv Limited, one of India’s most diversified non-banking financial institutions and Allianz SE, one of the world’s leading asset manager and insurer. The Company commenced its journey in 2001, and today delivers its promise of Life. Goals. DONE through innovative value-packed insurance products that are backed by a robust tech and digital ecosystem. Bajaj Allianz Life Insurance continues its journey of transformation through its products and tech-enabled state-of-the-art services to enhance customer delight.