બજાજ આલિઆન્ઝ લાઇફે વેલ્યુ-પેક્ડ એન્યુઇટી પ્રોડક્ટ લોંચ કરી
બજાજ આલિઆન્ઝ લાઇફ ગેરંટેડ પેન્શન ગોલ નિવૃત્તિ બાદના લક્ષ્યો પૂર્ણ કરવા માટે નિયમિત પેન્શન પ્રદાન કરવા ડિઝાઇન કરાયું છે
પૂણે, ભારતની અગ્રણી જીવન વીમા કંપની પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફે આજે તેની વેલ્યુ-પેક્ડ એન્યુઇટી (પેન્શન) પ્લાન – બજાજ આલિઆન્ઝ લાઇફ ગેરંટેડ પેન્શન ગોલ લોંચ કર્યો છે. આ વિસ્તૃત પ્લાન વિવિધ પ્રકારના ગ્રાહકોની પેન્શનની જરૂરિયાતોને પૂર્ણ કરવા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેમને નવ એન્યુઇટી વિકલ્પો ઓફર કરે છે.
તે એકમાત્ર જીવન વીમા યોજના છે, જે નિયમિત પ્રીમિયમ વિલંબિધ એન્યુઇટી વિકલ્પ ઓફર કરે છે અને તેનાથી પોલીસીધારક ચોક્કસ સમયગાળા માટે ચૂકવણી કરીને નિવૃત્તિના સમયે ગેરંટેડ પેન્શનની રકમ પ્રાપ્ત કરવા સક્ષમ બને છે. વધુમાં આ પ્લાન પોલીસીધારકના જીવનસાથીને તેમના જીવનકાળ દરમિયાન ગેરંટેડ આવક પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવાનો વિકલ્પ પણ આપે છે. રિટર્ન ઓન પર્ચેઝ પ્રાઇઝ (આરઓપી) સુનિશ્ચિત કરીને નોમિની માટે વારસો રાખી શકાય છે.
આરોગ્ય સંભાળ ખર્ચ સહિતના જીવન નિર્વાહ ખર્ચમાં વધારાને જોતાં મજબૂત પેન્શન પ્લાન હોવું આવશ્યક છે, જે વ્યક્તિઓને નિવૃત્તિ બાદ તેમના ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ બને. આ પેન્શન પોલીસીધારકની આજીવન જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ બની શકે છે, જે આયુષ્યમાં વધારા સાથે વધી રહ્યું છે.
આથી બજાજ આલિઆન્ઝ લાઇફ ગેરંટેડ પેન્શન ગોલ જેવાં ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ આદર્શ છે કારણકે તે વ્યક્તિ જીવે ત્યાં સુધી નિયમિત આવકની ગેરંટી ઓફર કરે છે. આ શક્ય છે કારણકે વીમા યોજના પોલીસી ખરીદીના સમયે એન્યુઇટીની રકમ લોક કરે છે અને તે આજીવન ફિક્સ્ડ રહે છે.
બજાજા આલિઆન્ઝ લાઇફના એમડી અને સીઇઓ તરૂણ ચુગે કહ્યું હતું કે, બીજા વિકાસશીલ દેશોની માફક ભારત પણ વૃદ્ધાવસ્થાની સ્થિતિ અને આયુષ્યના દરમાં સુધારા જેવાં વસ્તી વિષયક ફેરફારોમાંથી પસાર થઇ રહ્યું છે. આ સાથે જીવન નિર્વાહ ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે અને નાના પરિવારોનું ચલણ વધી રહ્યું છે.
વધુમાં વ્યાપક સામાજિક સુરક્ષા સિસ્ટમ ઉપલબ્ધ નથી. આ બદલાતા માહોલને કારણે વ્યક્તિઓ તેમના નિવૃત્તિના જીવન માટે બચત કરે તે આવશ્યક છે, જે સામાન્ય રીતે તેમના કામકાજના વર્ષો (ભારતમાં પરંપરાગત રીતે 60 વર્ષ) પછીના 25-30 વર્ષનો સમય હોય છે. ઘણાં સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નિવૃત્તિ માટેનું ભંડોળ એકત્ર કરવામાં મદદરૂપ બની શકે છે ત્યારે એન્યુઇટી પ્લાન સૌથી અસરકારક સાધન પૈકીના એક છે, જે વ્યક્તિ તેમની નિવૃત્તિના જીવનકાળમાં ટકાઉ આવક પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરે છે.
વ્યક્તિઓ માટે તેમના નિવૃત્ત જીવનકાળનું આયોજન કરવાનું વધુ અનુકૂળ બનાવવા અમે અમારી નવીન પ્રોડક્ટ બજાજ આલિઆન્ઝ લાઇફ ગેરંટેડ પેન્શન ગોલમાં નિયમિત પ્રીમિયમ વિશેષતાઓ સાથે વિલંબિત એન્યુઇટી રજૂ કરી છે. આ પોતાના પ્રકારની પ્રથમ ખાસિયત છે, જે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરશે તેમજ પોલીસીધારકોને તેમના નિવૃત્ત જીવનકાળમાં જીવનશૈલી ટકાવી રાખવામાં મદદરૂપ બનશે.
બજાજ આલિઆન્ઝ લાઇફ ગેરંટેડ પેન્શન ગોલ પોલીસીધારકને તાત્કાલિક એન્યુઇટી પ્લાન દ્વારા તાત્કાલિક નિયમિત આવક અથવા વિલંબિત એન્યુઇટી પ્લાન દ્વારા મોડેથી આવક શરૂ કરવા સક્ષમ બનાવે છે. આ પ્લાન લોકોને નિવૃત્તિની આવક સુરક્ષિત કરવામાં મદદરૂપ બને છે.
બજાજ લાઇફ ગેરંટેડ પેન્શન ગોલની મુખ્ય વિશેષતાઓ આ પ્લાન નીચેની વેલ્યુ-પેક્ડ સુવિધાઓ ઓફર કરે છેઃ
1) આજીવન નિયમિક આવકની ગેરંટીઃ પોલીસીધારકને સુરક્ષિત નાણાકીય ભવિષ્યની ખાતરી આપવા અનને તેમના પેન્શનની રકમ વાર્ષિક / અર્ધ-વાર્ષિક / ત્રિમાસિક અથવા માસિક મેલવવા એન્યુઇટી (પેન્શન)ની રકમ પોલીસીની શરૂઆતથી ફિક્સ્ડ હોય છે. પોલીસીધારકને તેમની પસંદગી અને જરૂરિયાત મૂજબ જીવનકાળ દરમિયાન એન્યુઇટી (પેન્શન) ચૂકવવામાં આવે છે.
2) બંન્ને વ્યક્તિઓ માટે નિયમિત પેઆઉટ સાથે જોઇન્ટ લાઇફ વિકલ્પઃ પોલીસીધારક પાસે જોઇન્ટ લાઇફ એન્યુઇટી (પેન્શન) પસંદ કરવાનો પણ વિકલ્પ હોય છે, જેમાં વ્યક્તિના નિધન બાદ તેના જીવનસાથીને 50 ટકા અથવા 100 ટકા એન્યુઇટી (પેન્શન) ચૂકવવામાં આવે છે. આથી વ્યક્તિની હયાતી ન હોવાની સ્થિતિમાં પણ તેમના પરિવારના જીવનના લક્ષ્યો ટ્રેક ઉપર રહેવાનું સુનિશ્ચિત કરી શકાય છે.
3) રિટર્ન ઓફ કેપિટલ (પર્ચેઝ પ્રાઇઝ): ગ્રાહક સિંગલ લાઇફ અથવા જોઇન્ટ લાઇફ પસંદ કરે તો પણ પ્લાન નિધન ઉપર પૂરી મૂડી પ્રાપ્ત કરવાનો વિકલ્પ ઓફર કરે છે. આ પ્લાન અસ્તિત્વ ઉપર રિટર્ન ઓફ પર્ચેઝ પ્રાઇઝનો વિકલ્પ પણ આપે છે. આ બંન્ને કેસમાં એન્યુઇટી (પેન્શન) જીવન માટે ચૂકવવાપાત્ર છે.
1. પોલીસીધારકના નિધન ઉપર પ્રથમ વિકલ્પમાં નોમિનીને ખરીદ કિંમત પરત કરાશે.
2. બીજા વિકલ્પમાં એન્યુઇટી (પેન્શન) ચાલુ રહેવા સાથે પોલીસીધારકની 85 વર્ષની ઉંમરે ખરીદ કિંમત પરત કરાશે. વ્યક્તિ 75 વર્ષની ઉંમરેથી વાર્ષિક હપ્તામાં ખરીદ કિંમત પ્રાપ્ત કરી શકે છે.
4) પસંદગી માટે નવ એન્યુઇટી (પેન્શન) વિકલ્પોઃપોલીસીધારક નિવૃત્તિ બાદ તેમની જીવનશૈલીને પૂર્ણ કરવા માટે એન્યુઇટી (પેન્શન) વિકલ્પોની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે. આ નીચે મૂજબ છેઃ
1. લાઇફ એન્યુઇટી
2. લાઇફ એન્યુઇટી રિટર્ન ઓફ પર્ચેઝ પ્રાઇઝ ઓન ડેથ
3. લાઇફ એન્યુઇટી ગેરંટેડ 5/10/15/20 વર્ષ
4. જીવનસાથીને 50 ટકા એન્યુઇટી સાથે જોઇન્ટ લાઇફ
5. જીવનસાથીને 100 ટકા એન્યુઇટી સાથે જોઇન્ટ લાઇફ લાસ્ટ સર્વાઇવર અને લાસ્ટ સર્વાઇવરના નિઝન ઉપર રિટર્ન ઓફ પર્ચેઝ પ્રાઇઝ
6. નિધન / સર્વાઇવલ ઉપર રિટર્ન ઓફ પર્ચેઝ પ્રાઇઝ સાથે લાઇફ એન્યુઇટી
7. નિધન ઉપર રિટર્ન ઓફ પર્ચેઝ પ્રાઇઝ સાથે લાઇફ એન્યુઇટી અથવા સર્વાઇવલ ઉપર વાર્ષિક હપ્તામાં
8. ફેમિલિ પેન્શન
5) 5 થી 10 વર્ષની મુદ્દત માટે પ્રીમિયમ પેમેન્ટ, સિંગલ પ્રીમિયમનો વિકલ્પ પણ ઉપલબ્ધઃ પોલીસીધારક એકવારની મુદ્દત માટે પ્રીમિયમ ચૂકવવાની અથવા તેમની અનુકૂળતા મૂજબ 5થી10 વર્ષના સમયગાળા માટે ચૂકવણીની પસંદગી કરી શકે છે.
6) એન્યુઇટી (પેન્શન)ની ફ્રિકવન્સી બદલવાનો વિકલ્પઃ પોલીસીધારક પાસે પોલીસીની એનિવર્સરી ઉપર એન્યુઇટી (પેન્શન) પેમેન્ટ ફ્રિકવન્સીમાં બદલાવનો વિકલ્પ રહેશે.
7) ગેરંટેડ એડિશન (જીએ):વિલંબિત એન્યુઇટી પેન્શનના કિસ્સામાં ગેરંટેડ એડિશન્સ ઉમેરાય છે. આ ઉમેરો એન્યુઇટી પેમેન્ટની શરૂઆત પહેલાં થાય છે.