Bajaj Financeનો શેર ૭ મહિનામાં ૩ ગણો થઈ ગયો
નવી દિલ્હી: માર્ચ મહિનામાં સેન્સેક્સે જે તળિયું બનાવ્યું હતું તેનાથી તે લગભગ હાલ બમણો થઈ ગયો છે. બીજી તરફ, સેન્સેક્સના ૩૦ સ્ટોક્સમાં સામેલ બજાજ ફાઈનાન્સ આ જ ગાળામાં ત્રણ ગણો વધ્યો છે. ૧૬ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે આ શેરે પોતાના ઓલટાઈમ હાઈને ક્રોસ કરી ૫૧૫૦ની સપાટીને પણ તોડી નાખી છે.
શેરના ભાવ વધતા બજાજ ફાઈનાન્સની માર્કેટ કેપ પણ વધીને ૩.૧ લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. તેવામાં હવે સવાલ એ છે કે પોતાના ઓલટાઈમ હાઈલેવલ પર ટ્રેડ થઈ રહેલા આ શેરમાં હાલ રુપિયા રોકવાનું રિસ્ક લેવાય કે નહીં? ૨૭ મેના રોજ આ શેરે ૧૭૮૩ રુપિયાનું તળિયું બનાવ્યું હતું.
ત્યારથી અત્યારસુધી આ શેર ત્રણ ગણો વધ્યો છે. શેરખાનના વાઈસ પ્રેસિડેન્ટ લલિતાભ શ્રીવાસ્તવનું કહેવું છે કે, રોકાણકારો આ હાઈલી-રેટેડ એનબીએફસીનો બિઝનેસ આગામી સમયમાં ઓર મજબૂત બનશે તેવી ધારણાએ તેમાં બમ્પર ખરીદી કરી રહ્યા છે. વળી, એનબીએફસી માટે ધીરાણ મેળવવાનું પણ સસ્તું બન્યું છે, જેનો ફાયદો બજાજ ફાઈનાન્સને મળી શકે છે.
મોર્ગન સ્ટેન્લીએ પોતાની એક તાજેતરની નોટમાં જણાવ્યું હતું કે મેનેજમેન્ટના એસેટ ક્વૉલિટી પોઝિશન અને પ્રોવિઝનિંગ લેવલ અંગેના કોન્ફિડન્સને કારણે સ્ટોકમાં સુધારો જાેવા મળી રહ્યો છે. વળી, એસેટ ક્વોલિટીમાં જાેવા મળી રહેલી નિશ્ચિતતા મજબૂત લોન ગ્રોથ આગામી સમયમાં જાેવા મળશે તેવું પણ દર્શાવે છે.
મોર્ગન સ્ટેનલીએ આ શેરનો ટાર્ગેટ પ્રાઈસ પણ રુ. ૩૮૩૫થી વધારીને રુ. ૫૬૨૫ કર્યો છે. સાથે તેણે એમ પણ કહ્યું છે કે ઝડપથી ઉંચાઈ પર પહોંચેલો આ સ્ટોક થોડો સમય થાક પણ ખાઈ શકે છે. જાેકે, આગામી એક વર્ષમાં તેનું પર્ફોમન્સ સારું રહેશે.