બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું
બજાજ ગ્રુપનો ભાગ (જેના પ્રમોટર બજાજ ફાઇનાન્સ લિમિટેડ અને બજાજ ફિનસર્વ લિમિટેડ છે) એવા બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યુ છે. બીએચએફએલ 24 સપ્ટેમ્બર, 2015થી નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)માં રજિસ્ટર્ડ નોન-ડિપોઝીટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની (એચએફસી) છે અને નાણાંકીય વર્ષ 2018થી મોર્ગેજ લેન્ડિંગમાં રોકાયેલી છે.
રૂ. 7,000 કરોડ સુધીના પબ્લિક ઇશ્યૂમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા પ્રત્યેક રૂ. 10ના ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ સાથેના વેચાણકર્તા શેરધારક દ્વારા રૂ. 3,000 કરોડ સુધીની વેચાણ માટેની ઓફર (ઓફર ફોર સેલ) અને રૂ. 4,000 કરોડના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.
પબ્લિક ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે ઇક્વિટી શેરના અનામત (એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન) અને પ્રમોટર્સના પબ્લિક ઇક્વિટી શેરહોલ્ડર્સ એવા એચયુએફ અને લોકો સહિત પ્રમોટર્સના લાયક શેરધારકો (શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે.
બીએચએફએલ ઓનવર્ડ લેન્ડિંગ માટે કંપનીની ભાવિ બિઝનેસ જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપનીના કેપિટલ બેઝને વધારવા માટે ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19 (2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. નેટ ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી, અને આવો પોર્શન ક્યુઆઈબી પોર્શન)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના અનુસંધાનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન) વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના 60 ટકા સુધી ફાળવી શકાય તેમ છે
જે પૈકી ઓછામાં ઓછો એક તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ અથવા તેનાથી ઊંચી કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. નેટ ઓફરના મહત્તમ 35 ટકા સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના અનુસંધાનમાં રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (આરઆઈબી)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર સિવાય)ને તેમના સંબંધિત બેંક ખાતા (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડી સહિત)ની વિગતો પૂરી પાડીને બ્લોક્ડ કરેલી રકમ (“ASBA”) દ્વારા સમર્થિત અરજીનો ઉપયોગ કરવો ફરજિયાત છે જેમાં ઓફરમાં ભાગ લેવા માટે જે લાગુ પડે તે એસસીએસબી અથવા સ્પોન્સર બેંક દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે.
કંપની આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં ફાઇલિંગ પહેલા લાગુ પડતા કાયદા હેઠળ મંજૂરી મુજબ વિવેકાધીન ધોરણે બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ચોક્કસ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અંગે વિચારી શકે છે (પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ).
ઇક્વિટી શેર્સ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે જે બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ, અને બીએસઈની સાથે મળીને શેરબજારો) જેવા શેરબજારો પર લિસ્ટ કરવામાં આવશે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, બીઓએફએ સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.