Western Times News

Gujarati News

બાજવાએ મને પદભ્રષ્ટ કરતા પહેલાં પ્લેબોય કહ્યો હતોઃ ઈમરાન ખાન

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ગયા વર્ષે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા બંધારણીય પદ પરથી મને હટાવવામાં આવ્યો તે પહેલા તેમની છેલ્લી મીટિંગ દરમિયાન નિવૃત્ત આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમને પ્લેબોય કહ્યા હતા. ગઈકાલના રોજ તેમના લાહોરના નિવાસસ્થાન એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાને કથિત રીતે તેમને ડર્ટી ઓડિયો વિશે વાત કરી.

આ બાબતને લઇ ઈમરાન ખાને સવાલ ઉઠાવ્યો હતો કે, “ડર્ટી ઓડિયો અને વીડિયો દ્વારા આપણે યુવાનોને શું સંદેશ આપી રહ્યા છીએ?” તેના માટે ઇમરાન ખાને સરકારને જવાબદાર ઠેરવી હતી. તાજેતરમાં જ હમણાં ખાનની ત્રણ કથિત ઓડિયો ક્લિપ પણ લીક થયેલી હતી. બીજી તરફ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે, આ ઓડિયો ક્લિપ્સ વાસ્તવિક છે. આવી જ રીતે ખાનની વિડિયો ક્લિપ્સ આગામી દિવસોમાં સામે આવી શકે છે.

ઈમરાન ખાને તેમના પર લાગેલા આરોપના જવાબમાં કહ્યું હતુ કે, ઓગસ્ટ ૨૦૨૨માં જનરલ બાજવા સાથેની મીટિંગમાં તેમણે મને કહ્યું હતુ કે, તેમની પાસે મારી પાર્ટીના લોકોના વિશેના ઓડિયો અને વીડિયો છે. તેમણે મને એ પણ યાદ અપાવ્યું કે હું પ્લેબોય હતો. ઉપરાંત તેમણે જણાવ્યું કે, મેં કહ્યું હતું કે હું ભૂતકાળમાં એક પ્લેબોય હતો અને મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું ફરીસ્તો છું.

મને ખબર પડી કે તે સાવધાનીથી બંને તરફ ગેમ રમી રહ્યા હતા અને શેહબાઝ શરીફને વડાપ્રધાન બનાવી રહ્યા હતા. એટલા માટે બાજવાએ મારી પીઠ પાછળ વાર કર્યો છે.ઇમરાન ખાને કહ્યું કે, બાજવાનું સૈન્યમાં સેટઅપ હજુ પણ મને સત્તામાં પાછા આવવાથી રોકવા માટે સક્રિય છે. ગયા વર્ષે નવેમ્બરમાં પંજાબ પ્રાંતમાં એક રેલી દરમિયાન પગમાં ગોળી વાગી તેના લીધે ખાને તેણે જનરલ બાવાજાને એક્સટેન્શન આપવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

ઈમરાન ખાને કહ્યું- જનરલ બાજવાને એક્સટેન્શન આપવું મારી મોટી ભૂલ હતી. ઈમરાન ખાને બાજવા પર પ્રહાર કરતા કહ્યું- “એક્સટેન્શન મળ્યા પછી, બાજવાએ પોતાનો ‘સાચો રંગ’ બતાવવાનું શરૂ કર્યું અને અંતે જવાબદારીના મુદ્દે મારી સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.