બાબરની ટીમની બલ્લે બલ્લે! હજુ વર્લ્ડકપની બહાર નથી થયા
નવી દિલ્હી, પાકિસ્તાનની ટીમ આખરે ફરી એક વખત વર્લ્ડ કપ ૨૦૨૩માં જીતના રસ્તે પાછી ફરી છે. સતત ૪ હાર બાદ બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે ટુર્નામેન્ટની ૩૧મી મેચમાં બાંગ્લાદેશ સામે ૭ વિકેટે મોટી જીત નોંધાવી હતી. આ સાથે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-૫ પર પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટમાં પ્રવેશનારી ૧૦ માંથી માત્ર ૪ ટીમોને જ સેમી ફાઈનલ માટે ટિકિટ મળશે.
આવી સ્થિતિમાં, બાકીની દરેક મેચ ઘણી મહત્વપૂર્ણ બની રહી છે. પાકિસ્તાનની ટીમ હજુ સેમીફાઈનલની રેસમાંથી બહાર નથી થઈ. બાંગ્લાદેશ સામેની જીત બાદ તેના માટે ૪ સુખદ સમીકરણો સર્જાઈ રહ્યા છે. બાંગ્લાદેશની ટીમ જાે કે હવે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા માટે પણ આ ફાયદાકારક બાબત છે. ચાલો તમને તેનું સંપૂર્ણ ગણિત જણાવીએ.
પાકિસ્તાનના ૭ મેચમાં ૬ પોઈન્ટ છે.પાકિસ્તાને અત્યાર સુધી ૭ મેચ રમી છે અને ૩માં જીત મેળવી છે. તેમાં ૬ પોઈન્ટ મળ્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડના ૬ મેચમાં ૮ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, જાે તે ૨ મેચ હારી જાય, તો તે પણ મહત્તમ ૧૦ પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. બીજી તરફ જાે પાકિસ્તાન તેની બંને મેચ જીતી લે છે તો તે પણ ૧૦ પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૨મી મેચમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. પાકિસ્તાનની ટીમને આશા રહેશે કે કિવી ટીમ આ મેચ હારે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી રમાયેલી ૬ મેચમાંથી ૪માં જીત મેળવી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ ૬માંથી ૫ મેચ જીતી છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. આ આંકડા બાબર આઝમને રાહત આપવાના છે.
ન્યૂઝીલેન્ડ બાકીની ૩ મેચમાંથી ૨ હારી જાય તો જ પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશા પૂરી થઈ શકે છે. કિવી ટીમે એક મેચમાં પાકિસ્તાનનો પણસામનો કરવાનો છે. જેમાં ફરી પાકિસ્તાનનો હાથ ઉપર હોય એવું લાગી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંત ન્યૂઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાન અને શ્રીલંકા સામે પણ થવાનો છે. વર્લ્ડ કપના રેકોર્ડ પર નજર કરીએ તો ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં ૯ મેચ રમાઈ છે. કિવી ટીમ માત્ર ૨ જ જીત નોંધાવવામાં સફળ રહી છે. બીજી તરફ પાકિસ્તાને ૭ મેચ જીતી છે.
આ રેકોર્ડ પાકિસ્તાન માટે પણ રાહત અપાવનારો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ છેલ્લે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ટકરાયા હતા. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ૬ વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાને વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી ૨ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમવાની છે. ન્યૂઝીલેન્ડ સાથેની ટક્કર ૪ નવેમ્બરે બેંગલુરુમાં થવાની છે. ૧૧ નવેમ્બરે પાકિસ્તાનની ટીમ કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે પણ પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. બંને વચ્ચે ૧૦ મેચ રમાઈ છે. પાકિસ્તાને ૫ મેચ જીતી છે અને ઇંગ્લિશ ટીમે ૪ મેચ જીતી છે.SS1MS