ટ્રેન હાઇજેકઃ પાકિસ્તાને ૨૦૦થી વધુ શબપેટી મોકલી -૧૯૦ લોકોનું રેસ્ક્યુ, ૩૦ આતંકી ઠાર

#Balochistanattack (એજન્સી)પેશાવર, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી એ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. આ ઘટનાને ૩૦ કલાક કરતા વધુ સમય થઇ ગયો હોવા છતા પાકિસ્તાન હજુ સુધી હાઇજેકર્સ સાથે ડિલ કરી શકી નથી અને ૪૦૦થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુક્યા છે.
પાકિસ્તાને બલૂચમાં ૨૦૦થી વધુ શબપેટીઓ મોકલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી ૧૯૦થી વધુ લોકોનું રેસક્યુ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી ૩૦ આતંકીને ઠાર મારવામાં આવ્યા છે.
બુધવારે રાત્રે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે તમામ બંધકોને બચાવી લેવામાં આવ્યા છે અને 33 BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે.
રેસ્ક્યૂ ઓપરેશનમાં પાકિસ્તાની સેનાએ વાયુસેના, ફ્રન્ટિયર કોર્પ્સ (FC) અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) ના સહયોગથી બોલાનમાં ટ્રેન પર હુમલો કરનારા 33 આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જોકે આ ઘટનામાં 21 મુસાફરોના મોત થયાનો પણ દાવો કરાયો હતો.
૨૦૦ શબપેટીઓને ક્વેટા રેલવે સ્ટેશનથી બલોચ મોકલવામાં આવી છે. આ પહેલા બલુચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, ‘બલુચિસ્તાનનો એક ઇંચ પણ ભાગ એવો બચ્યો નથી જેના પર પાકિસ્તાનની સરકાર પોતાનો અધિકાર વ્યક્ત કરી શકે. તે પુરી રીતે આ યુદ્ધને હારી ગયા છે. અખ્તર મેંગલે કહ્યું, તેમને અમારી વાત સાંભળવાની જગ્યાએ અમારી મજાક ઉડાવી હતી.
પાકિસ્તાનની સરકારે અમારી વાતોને ખોખલી ધમકી ગણાવીને ફગાવી દીધી હતી, જ્યારે તેમને શોષણ,લૂંટફાટને ભાર આપ્યો. કહેવામાં આવે છે કે મ્ન્છ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ હાઇજેકના બીજા દિવસે પણ ચાલુ જ છે. સુરક્ષાદળોએ ૧૯૦ મુસાફરોને બચાવી લીધા છે અને ૩૦ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.