બામલ્લા અને તવડી ગામે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાનાં બામલ્લા અને તવડી ગામે ખાતે રાજશ્રી પોલીફિલ કંપનીના સૌજન્યથી અને કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ભરૂચ ના સહયોગ થી મફત સ્ત્રી રોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા પર મહિલા દર્દીઓ તપસ્યા હતા તેમજ ૧૪ દર્દીઓના પેપ્સ સ્પીરમ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં ગર્ભાશયની તકલીફો, ગર્ભાશયમાં ગાંઠ,ગર્ભાશયનું કેન્સર તેમજ સ્ત્રીઓ સંબંધિત રોગોની તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પ બે તબક્કામાં આયોજિત કરવામાં આવ્યો હતો.પ્રથમ તબક્કામાં બામલ્લા ગામ અને કાલિયપુરા ગામ અને બીજા તબક્કામાં તવડી ગામ અને શિર ગામમાં રાખવામા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજશ્રી પોલીફિલ કંપની ધ્વારા અવારનવાર સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.