Western Times News

Gujarati News

OLA, UBER, JUGNOO, RAPIDO વગેરે કંપનીઓ દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ વાહનોના એગ્રેગેશન પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

આ કંપનીઓ દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની (સફેદ નંબર પ્લેટ) પણ રાઈડ(સવારી) બુક કરતી વખતે ઉપયોગમાં લેવાતાં હોવાનું ધ્યાને આવ્યું છે.

નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનું રજિસ્ટ્રેશન તેમજ તેમાં રાઈડ બુક કરવા પર થશે નિયમોનુસારની કાર્યવાહી

અમદાવાદના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી અખબારી યાદીમાં જણાવે છે કે, એગ્રેગેટર તરીકે કામગીરી કરતી પ્રાઈવેટ કંપનીઓ જેવી કે, OLA, UBER, JUGNOO,RAPIDO વગેરે ઓનલાઈન એપનાં માધ્યમથી પેસેન્જરોને સવારી બુક કરવાની કામગીરી કરે છે.

જે ઓનલાઈન એપ્લીકેશનનો ઉપયોગ વાહન ચાલકો તેમજ પેસેન્જરો મુસાફરી દરમ્યાન કરતાં હોય છે.  આ કંપનીઓ દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની (સફેદ નંબર પ્લેટ) પણ રાઈડ(સવારી) બુક કરતી વખતે ઉપયોગમાં લેવાતાં હોવાનું ધ્યાને આવ્યું છે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક એમવીડી/૧૦૨૦૨૧/સિ.ફા/ખ તા.૧૬/૦૪/૨૦૨૧ નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનું એગ્રીગેશન પર પ્રતિબંધ કરેલ છે. જેથી નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનું વાહન માલિક દ્વારા એગ્રીગેટર કંપનીઓ સાથે ન જોડાવવા તેમજ મુસાફરો દ્વારા ઓનલાઈન એપનાં માધ્યમથી નોન-ટ્રાન્સપોર્ટ(સફેદ નંબર પ્લેટ) સવારી તરીકે ઉપયોગ ન કરવા જણાવવામાં આવે છે.

તેમજ એગ્રેગેટર તરીકે કામગીરી કરતી પ્રાઈવેટ કંપનીઓ જેવી કે, OLA, UBER, JUGNOO,RAPIDO વગેરે કંપનીઓ નોન‌-ટ્રાન્સપોર્ટ વાહનોનું એગ્રેગેશન કરી શકશે નહી, જો તેમ કરતાં જણાશે તો તેમની સામે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.