મતદાનના ૪૮ કલાક પહેલા રાજકીય સંદેશવાળા બલ્ક SMSના ટ્રાન્સમીશન પર ફરમાવાયેલો પ્રતિબંધ
રાજપીપલા, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમને લક્ષમાં લઇને નર્મદા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ નિયત કરવામાં આવેલ છે. તથા મતગણતરી તા. ૦૮/૧૨/૨૦૨૨ ના રોજ હાથ ધરાનાર છે.
આમુખ(૨) થી આદર્શ આચાર સહિંતા તા. ૦૩/૧૧/૨૦૨૨ થી અમલમાં આવેલ છે. જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.૨૯ મી નવેમ્બર,૨૦૨૨ ના રોજ
સાંજના ૦૫:૦૦ કલાક થી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ મતદાન પૂર્ણ ન થાય ત્યા સુધી કોઇ પણ વ્યક્તિ રાજકીય સંદેશ વાળા બલ્ક એસ.એમ.એસ. મોકલાવી શકશે નહી. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
તદ્ઉપરાંત, કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૯૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરવાના, અને તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલિસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.