Western Times News

Gujarati News

સવારે 8 થી રાત્રે 10 સુધી અમદાવાદમાં લકઝરીના પ્રવેશ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા પેસેન્જર વ્હીકલ અંગે શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

હું, સંજય શ્રીવાસ્તવ IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૨૦૭ની સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં નીચે જણાવ્યા મુજબની વિગતેના વાહનો પ્રવેશી શકે તે માટે પ્રાયોગિક ધોરણે ફક્ત એક માસ માટે જાહેરનામામાં સુધારો કરી નીચે મુજબનો હુકમ કરૂ છું.

અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા પેસેન્જર વાહનો/મિની બસ કે જેની સીટીંગ કેપીસીટી ફૂલ-૩૩ સુધીની હોય તેવી ક્ષમતાવાળા ફક્ત પેસેન્જર વાહનો (આ બાબતની નોંધ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બુકમાં જણાવેલ હોય છે) શહેરની અંદર રાત્રી કલાક ૨૨.૦૦ બાદ પ્રવેશ કરી શકશે. તેમજ ૩૩-પેસેન્જરથી વધુ ક્ષમતાવાળા તમામ પ્રકારના પેસેન્જર વાહનોની શહેરમાં અવર-જવર કરવા ઉપર સવાર કલાક ૦૮.૦૦ થી ૨૨.૦૦ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૩/૦૩/૨૦૨૩થી તા.૦૩/૦૪/૨૦૨૩ સુધી સવાર કલાક ૦૮.૦૦થી રાત્રીના કલાક ૨૨.૦૦ સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લધંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.