આરોગ્ય માટે જોખમી ૩૫ દવાના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ

નવી દિલ્હી, દેશની સર્વાેચ્ચ દવા નિયમનકારી સંસ્થા સીડીએસઓએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેઇનકિલર્સ, ન્યુટ્રીશન સપ્લિમેન્ટ્સ અને ડાયાબિટીસ વિરોધી દવાઓ સહિત માન્યતા ન ધરાવતી ૩૫ ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન દવાનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ્ર કંટ્રોલર્સને આવી ફિકસ્ડ ડોઝ કોમ્બિનેશન દવાને માન્યતા આપવાની પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે પણ આદેશ અપાયો છે. આવી માન્યતામાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ અને નિયમોની જોગવાઈનું કડક પાલન કરવાની પણ તાકીદ કરાઈ છે.
એફડીસી દવાઓ એવી હોય છે કે જેમાં બે કે તેથી વધુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનું નિશ્ચિત પ્રમાણમાં મિશ્રણ હોય છે.ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડૉ. રાજીવ રઘુવંશીએ ૧૧ એપ્રિલે એક પત્ર પાઠવીને આ આદેશ આપ્યો હતો.
આ પત્રમાં ડીસીજીઆઈની યોગ્ય મંજૂરી વિના દેશમાં નવી દવાની વ્યાખ્યા હેઠળ આવતી એફડીસી દવાઓના વેચાણ માટેના ઉત્પાદન લાઇસન્સ આપવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
રાજ્યની લાઇસન્સ આપતી ઓથોરિટીઓને આવી ચિંતા સાથે સમયાંતરે અનેક પત્રો જારી કરવામાં આવ્યા છે. આમ છતાં રાજ્યની લાઇસન્સ આપતી ઓથોરિટીઓ બિનમાન્યતાપ્રાપ્ત એફડીસીના ઉત્પાદન અને માર્કેટિંગને મંજૂરી આપે છે.
ડિરેક્ટોરેટના ધ્યાનમાં આવ્યું છે કે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ હેઠળ એનડીસીટી નિયમો ૨૦૧૯ની જોગવાઈ અનુસાર સલામતી અને અસરકારકતાના પૂર્વ મૂલ્યાંકન વગર ચોક્કસ એફડીસી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ માટે લાઇસન્સ આપવામાં આવે છે અને તેનાથી જાહેર આરોગ્ય અને સલામતી માટે ગંભીર જોખમ ઊભું થાય છે.આવી મંજૂરી વગરની એફડીસીથી દર્દીની સુરક્ષા જોખમાય છે અને દવાનું વિપરિત રિએક્શન આવી શકે છે.SS1MS