Western Times News

Gujarati News

બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી ડેરીમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

પ્રતિકાત્મક

પોલીસે બે પીકઅપ ગાડી અને ત્રણ ટેન્કર જપ્ત કર્યા ઃ ૧ર આરોપીની અટકાયત કરાઈ

ભાભર, ભાભર બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પ્રાઈવેટ ડેરીમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું હતું. દિયોદર એએસઆઈ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નેટવર્કનો પર્દાફાશ કર્યો અને બે પીકઅપ ગાડી ત્રણ ટેન્કર કબ્જે લીધા.

દિયોદર એ.એસ.પી. સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે સમય ખાનગી બાતમી મળેલ કે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઈવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ દ્વારા ભાભર ત્રણ રસ્તા પાસેથી વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી પીકઅપ ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી સિન્ટેક્ષ તથા કેરબામાં દૂધ મળેલ મળી આવતા પોલીસે ગાડી ચાલકને આ બાબતે દૂધ ક્યાથી લાવ્યું

તે બાબતે પૂછપરછ કરતા ગાડી ચાલકે બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધને કાઢી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને પિકઅપ ગાડીના ચાલકને ઝડપી દિયોદર ડીવાયએસપી કચેરી ખાતે લાવી ગુન્હો નોંધ્યો હતો જે બાબતે પોલીસે પિકઅપ ગાડીમાંથી ૧૬૦૦ લિટર દૂધ કિ.રૂ.૯૬૦૦૦/- તથા પ્લાસ્ટિકના સિન્ટેકસ નંગ ૩ તથા કેરબા નંગ ર તથા કેન નંગ ર કિંમત રૂ.૧૪૦૦/- તથા મોબાઈલ નંગ ૪ કિંમત રૂ.૮૦૦૦ તથા પિકપડાલા નંગ ર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ આમ કી રૂ.પ,૦પ,૪૦૦નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીની પુછપરછ કરતા તે દરમિયાન હકીકત બહાર આવી હતી કે દૂધ ટેન્કરના ચાલકો સાથે આરોપીઓ સાઠ ગાઠ કરી રાત્રીના સમયે અવાવરું જગ્યા પર ગાડી ઉભી રાખી દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી ટેન્કરમાં પાણી ભરી દેતા હતા અને હજારો લીટર દૂધની ચોરી કરતા હતા. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં- લીલાભાઈ ચમનભાઈ ઠાકોર (રહે. ધ્રાડવ, તા.દિયોદર),

રજનીશભાઈ હીરાભાઈ ચૌધરી (રહે. જાજમ, તા. સાંતલપુર), ભરતભાઈ પુનાભાઈ પરમાર (રહે. ભેસાણા, તા.દિયોદર), આકાશભાઈ ઉર્ફે ભાવેશ શંકરભાઈ રબારી (રહે. સવાલા, તા.વિસનગર), ચેતનભાઈ પટેલ (રહે. ભેસાણા, તા.દિયોદર), અલ્પેશભાઈ તેજાભાઈ રબારી (રહે. ધ્રાનડવ, તા.દિયોદર), મહેશભાઈ રણછોડભાઈ ચૌધરી (રહે. જાજમ, તા.સાંતલપુર), સુરેશભાઈ ઈશ્વરભાઈ રબારી (રહે. ભેસાણા, તા.દિયોદર), કરસનભાઈ રામસિંહભાઈ પટેલ (રહે. માડકા, તા.વાવ) મુકેશભાઈ ઠાકોર (રહે. મીઠા, તા.ભાભર), રઘુભાઈ મહારાજ, અને શૈલેષભાઈ મહારાજનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.