બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી બેઠક ન્યુ કમલમ ખાતે યોજાઈ
(પ્રતિનિધિ) પાલનપુર, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી બેઠક ચડોતર ન્યુ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ કોર કમિટીના સદસ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ઉમેદવાર શ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપની કારોબારી બેઠક આજે ૧૭-૧૨-૨૦૨૨ના રોજ બપોરે ૨ કલાકે ચડોતર ન્યુ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિન્હ ચૌહાણે શ્રી શંકરભાઇ ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમને સમગ્ર જિલ્લા સંગઠન તરફથી શુભેછાઓ પાઠવી હતી.
આ પ્રસંગે માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ પોતાના સ્મરણો યાદ કરતા જણાવ્યું જહતું કે. ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને મારી માએ મને મોટો કર્યો છે તેમણે રાધનપુરના પ્રથમ ઇલેકશનથી લઇ પ્રદેશ યુવા મોરચામાં રહીને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તમામ ગુજરાત ભ્રમણ કરી જે કામગીરી કરી તે મારા નવ જીવનનું ઘડતરરૂપ સાબિત થયું અને ત્યારબાદ પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી અને ફરી ધારાસભ્ય બની મંત્રી બન્યા અને આજે કોર કમિટીના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું અને પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને થરાદથી ચૂંટણી લડાવી ધારાસભ્ય તરીકે વિજય થતા મને ગુજરાત વિધાન સભાના સર્વોચ્ચ પદના અધ્યક્ષના ઉમેદવાર તરીકે માટે મારી પસંદગી કરી છે તે માટે હું તમામ પ્રદેશના આગેવાનો નો હું આભાર માનું છું.
તેમને વધુમાં જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે મારી નિમણુંક થયા બાદ પણ થરાદની જનતાને મેં આપેલા વચનો ઝડપી પુરા થાય તે દિશામાં કામ કરીશ. તેમને અધ્યક્ષ તરીકે તેમને કેવું કામ કરવાનું થાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જિલ્લાના આગેવાનોને તેમના કોઈપણ પ્રશ્નોનું સંવિધાનિક રીતે નિરાકરણ લાવી શકાય તેવી બનતી તમામ કોશિશ કરીશ. તેમણે જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે મારી નિમણુંક થતા પહેલા મારે પાર્ટીમાંથી રાજીનામુ આપવાનું કહેતા તેમને પોતાની મનની વ્યથા વર્ણવી હતી ને કહ્યું “જેમ દીકરી પોતાનું ઘર છોડી સાસરે જાય અને પોતાના પિયર છોડવાનું જે દુઃખ તેને હોય તેવીજ વ્યથા મારી છે.”
આ પ્રસંગે પ્રભારી શ્રી નંદાજી ઠાકોર, જિલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિહ ચૌહાણ, સંસદ શ્રી પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવડીયા, નૌકાબેન પ્રજાપતિ, મહામંત્રીશ્રી ડાહ્યાભાઈ પીલિયાતર, કનુભાઈ વ્યાસ, કૈલાશભાઈ ગહેલોત, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી સહીત પૂર્વ સંસદશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાથે જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી શંકરભાઇ ચૌધરીને શુભેછાઓ પાઠવી હતી.(પ્રેસ નોટ ફોટો-ભગવાનભાઈ સોની.પાલનપુર