બંધન બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર વ્યાજદરોમાં વધારો કર્યો
- બેંક સીનિયર સિટિઝન્સ માટે 5% વાર્ષિક વ્યાજદર અને અન્યો માટે 8% વ્યાજદર ઓફર કરે છે
- 600 દિવસની મુદ્દત માટે વિશેષ ઓફર
- 3 મહિનામાં ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં બીજી વાર વધારો
- બેંકિંગ ઉદ્યોગમાં સૌથી ઊંચા વ્યાજદરોમાં સામેલ
- આજથી વ્યાજદરોમાં વધારો લાગુ
કોલકાતા, અગ્રણી યુનિવર્સલ બેંકો પૈકીની એક બંધન બેંકે એની એફડીના વ્યાજદરોમાં 50 બીપીએસ સુધીનો વધારો કર્યો છે. એફડીના નવા વ્યાજદરો રૂ. 2 કરોડ સુધીની રિટેલ ડિપોઝિટ માટે લાગુ છે.
Bandhan Bank hikes interest rates on Fixed Deposits
અને 6 ફેબ્રુઆરી, 2023થી લાગુ થયા છે. આ ઓફર મર્યાદિત ગાળા માટે છે. વ્યાજદરમાં આ વધારા સાથે બેંક બેંકિંગ ઉદ્યોગમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર સૌથી ઊંચા વ્યાજદરો પૈકીના એક ઓફર કરે છે.
મેચ્યોરિટીનો ગાળો | નોન-સીનિયર સિટિઝન માટે વ્યાજના દર | સીનિયર સિટિઝન માટે વ્યાજના દર |
7 દિવસથી 14 દિવસ | 3.00% | 3.75% |
15 દિવસથી 30 દિવસ | 3.00% | 3.75% |
31 દિવસથી 2 મહિનાથી ઓછા ગાળા માટે | 3.50% | 4.25% |
2 મહિનાથી 3 મહિનાથી ઓછા ગાળા માટે | 4.50% | 5.25% |
3 મહિનાથી 6 મહિનાથી ઓછા ગાળા માટે | 4.50% | 5.25% |
6 મહિનાથી 1 વર્ષથી ઓછા ગાળા માટે | 4.50% | 5.25% |
1 વર્ષથી 599 દિવસ | 7.25% | 7.75% |
600 દિવસ | 8.00% | 8.50% |
601 દિવસથી 2 વર્ષથી ઓછા ગાળા માટે | 7.25% | 7.75% |
2 વર્ષથી 3 વર્ષથી ઓછા ગાળા માટે | 7.25% | 7.75% |
3 વર્ષથી 5 વર્ષથી ઓછા ગાળા માટે | 7.25% | 7.75% |
5 વર્ષથી 10 વર્ષ સુધી | 5.85% | 6.60% |
બંધન બેંકના ગ્રાહકો રિટેલ ઇન્ટરનેટ બેંકિંગ કે એમબંધન મોબાઇલ એપ દ્વારા તેમના ઘરો કે ઓફિસોમાં સુવિધાજનક રીતે એફડીમાં બુકિંગ કે રોકાણનો લાભ પણ મેળવી શકે છે. આ ઓનલાઇન પ્રક્રિયા સાથે ગ્રાહકો સરળતાપૂર્વક ગણતરીની મિનિટોમાં એફડી બુક કરી શકે છે.