બંધન બેંકે શૌર્ય સેલેરી એકાઉન્ટ્સ ઓફર કરવા માટે ભારતીય હવાઇ દળ સાથે MoU કર્યો

– બેંક સરળ બેંકિંગ અનુભવ સાથે આઈએએફકર્મીઓને વિશિષ્ટ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઓફર કરશે
– શૌર્ય સેલેરી એકાઉન્ટ એ આઈએએફકર્મીઓ માટે અનેક લાભો સાથેનું ઝીરો-બેલેન્સ એકાઉન્ટ છે
– સુરક્ષાકર્મીઓ માટે બેંક સ્પર્શ સર્વિસ સેન્ટર બની છે તે ઉપરાંત આ પહેલ આદરવામાં આવી છે
નવી દિલ્હી, બંધન બેંકે આજે જાહેરાત કરી હતી કે તેણે બંધન બેંક શૌર્ય સેલેરી એકાઉન્ટ પૂરા પાડવા માટે ઈન્ડિયન એર ફોર્સ (આઈએએફ) સાથે એમઓયુ કર્યો છે. આ એક કોર્પોરેટ સેલેરી એકાઉન્ટ છે જે ખાસ સુરક્ષાકર્મીઓ માટે બનાવવામાં આવ્યું છે. આઈએએફકર્મીઓ ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ, પોતાના અને પરિવાર માટે સુરક્ષા તથા બંધન બેંકની 1,700થી વધારે શાખાઓ પરથી આકર્ષક વ્યાજ દરો સહિતના વિવિધ એક્સક્લુઝિવ લાભો મેળવી શકે છે. Bandhan Bank inks MoU with Indian Air Force to offer Shaurya Salary Account.
સુરક્ષાકર્મીઓ માટે બેંક સ્પર્શ સર્વિસ સેન્ટર બનેલી છે જ્યાં બેંકે 557 સમર્પિત બ્રાન્ચ દ્વારા ડિફેન્સ પેન્શનર્સ તથા તેમના પરિવારોને સેવાઓ પૂરી પાડવા માટે સ્પર્શ સર્વિસ સેન્ટર્સ ઊભા કરવા કન્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ (સીજીડીએ) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગથી આગળ વધીને બેંકે શૌર્ય સેલેરી એકાઉન્ટ્સ માટે આઈએએફ સાથે સહયોગ કર્યો છે.
એર વાઇસ માર્શલ ઉપદેશ શર્મા વીએસએમ, આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ (એકાઉન્ટ્સ એન્ડ એર વેટરન્સ), સંરક્ષણ મંત્રાલય અને દેવરાજ સાહા, હેડ-ગવર્મેન્ટ બિઝનેસ ગ્રુપ, બંધન બેંક દ્વારા આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સુજય રોય, હેડ-બ્રાન્ચ બેંકિંગ, બંધન બેંક, સુશ્રી સ્વાતિ દત્ત, હેડ-સેન્ટ્રલ ગવર્મેન્ટ બિઝનેસ, બંધન બેંક ઉપરાંત આઈએએફ તથા બંધન બેંકના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભાગીદારી અંગે બંધન બેંકના ચીફ બિઝનેસ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રાજિન્દર બબ્બરે જણાવ્યું હતું કે “ભારતની અગ્રણી યુનિવર્સલ બેંક તરીકે બંધન બેંક અમે જે કોઈ પહેલ આદરીએ છીએ તેના થકી દેશને ટેકો આપવા માટે ગહનપણે પ્રતિબદ્ધ છીએ.
મહત્વના સરકારી સંસ્થાનો સાથે મજબૂત ભાગીદારી દ્વારા અમે આ સંસ્થાનોએ અમારામાં જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેના પર નિર્મિત વિશ્વકક્ષાના બેંકિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાના અમારા વારસામાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ્સ, વ્યાપક બ્રાન્ચ નેટવર્ક અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે અમે ભારતીય હવાઇ દળ સાથે અમારી ભાગીદારી મજબૂત બનાવતા અને શ્રેષ્ઠ બેંકિંગ અનુભવ પૂરો પાડતા રોમાંચિત છીએ.”
આ પ્રસંગે બંધન બેંકના ગવર્મેન્ટ બિઝનેસ ગ્રુપના હેડ શ્રી દેવરાજ સાહાએ જણાવ્યું હતું કે “ભારતીય હવાઇ દળ સાથેની આ ભાગીદારી અમારા માટે નોંધપાત્ર સીમાચિહ્ન છે. અમે આઈએએફની બેંકિંગ જરૂરિયાતો પૂરી કરવા માટે વિશિષ્ટપણે તૈયાર કરાયેલી પર્સનલાઇઝ્ડ સર્વિસીઝ સાથે શૌર્ય સેલેરી એકાઉન્ટ દ્વારા સરળ સોલ્યુશન્સ પૂરા કરવા તેમની સાથે સહયોગ સાધતા સન્માનિત છીએ.”
બંધન બેંકે વિવિધ સંસ્થાનો સાથે મજબૂત ભાગીદારી ઊભી કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બંધન બેંકને એજન્સી બેંક તરીકે નિયુક્ત કરી છે અને કરવેરા એકત્રિત કરવા, સેન્ટ્રલ સિવિલ પેન્શન અને રેલવે પેન્શન વિતરણ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા અધિકૃત કરવામાં આવી છે.