“બંધારણ દિવસ” નિમિત્તે બંધારણનું પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે બંધારણ દિવસ નિમિત્તે મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા મંડળ કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતીય બંધારણની પ્રસ્તાવના વાંચી સંભળાવી હતી અને બંધારણનું પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ભારતીય બંધારણની પ્રસ્તાવના અને બંધારણીય મૂલ્યોનું વાંચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસ્તાવનાનું વાંચન નીચે મુજબ કરવામાં આવેલ.
અમે ભારતના લોકો, ભારતને એક સંપૂર્ણ પ્રભુત્વ- સંપન્ન, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવા માટે અને તેના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા,
ગરિમા અને અવસરની સમતા પ્રાપ્ત કરાવવા માટે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરનાર બંધુત્વને પ્રોત્સાહિત કરવા માટે દ્રઢસંકલ્પ થઈને આ બંધારણને અંગીકૃત, અધિનિયમિત અને આત્માર્પિત કરીએ છીએ.
આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ સાહુ અને તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા