લો-સ્કોરિંગ મેચમાં બેંગલોરે સુપર જાયન્ટ્સ લખનૌને હરાવ્યું
નવી દિલ્હી, બેટર્સની નિષ્ફળતા બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લો-સ્કોરિંગ મેચમાં શાનદાર વિજય નોંધાવ્યો હતો. લખનૌના અટલ બિહારી વાજપાઈ સ્ટેડિયમમાં રમાયેલી મેચ વરસાદથી પ્રભાવિત રહી હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૧૮ રને વિજય નોંધાવ્યો હતો.
બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. જાેકે, લખનૌના બોલર્સે કરેલા દમદાર પ્રદર્શન સામે બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૨૬ રન જ નોંધાવી શકી હતી.
જેના જવાબમાં લખનૌની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૦૮ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. લખનૌનો કેપ્ટન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે બેટિંગમાં ૧૧માં ક્રમે આવ્યો હતો. લખનૌ સામે ૧૨૭ રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક હતો પરંતુ બેંગલોરના બોલર્સે તેનો અદ્દભુત બચાવ કર્યો હતો.
બેંગલોરની શાનદાર બોલિંગ સામે લખનૌની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ૩૮ રનમાં તો અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઓપનર કાયલે માયર્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે તેનો સાથી ઓપનર ફક્ત ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. દીપક હૂડાએ એક રન નોંધાવ્યો હતો.
ટોપ ઓર્ડરમાં કૃણાલ પંડ્યાએ ૧૧ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૧૪ રન ફટકાર્યા હતા. જાેકે, મિડલ ઓર્ડરનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. માર્ક્સ સ્ટોઈનિસે ૧૩ રન નોંધાવ્યા હતા જ્યારે નિકોલસ પૂરન નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કે ગૌતમે ટીમ માટે સૌથી વધુ ૨૩ રન નોંધાવ્યા હતા. તેણે ૧૩ બોલની ઈનિંગ્સમાં એક ચોગ્ગો અને બે સિક્સર ફટકારી હતી. જ્યારે અમિત મિશ્રાએ ૧૯ અને નવીન ઉલ હકે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું.
કેપ્ટન રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ૧૧માં ક્રમે બેટિંગમાં આવ્યો હતો અને ખાતું ખોલાવ્યા વગર નોટઆઉટ રહ્યો હતો. બેંગલોર માટે જાેશ હેઝલવૂડ અને કર્ણ શર્માએ બે-બે તથા મોહમ્મદ સિરાજ, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસારંગા તથા હર્ષલ પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.
વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જાેડીની બેટિંગ ધીમી રહી હતી. જેના કારણે ટીમને જાેઈએ તેવી શરૂઆત મળી શકી ન હતી. આ જાેડીએ નવ ઓવરમાં ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલીએ ૩૦ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૩૧ રન નોંધાવ્યા હતા.
જ્યારે ફાફ ડુપ્લેસિસ ૪૦ બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૪૪ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેકે, કોહલી આઉટ થવાની સાથે જ બેંગલોરનો ધબડકો થયો હતો. અનુજ રાવત નવ, ગ્લેન મેક્સવેલ ચાર, પ્રભુ દેસાઈ છ રન, લોમરોર ત્રણ અને કર્ણ શર્મા બે રન નોંધાવીને આઉટ થયા હતા.SS1MS