બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદ સૌથી વધુ પગાર આપતા શહેરોઃ રીપોર્ટ
અત્યાધુનિક નોકરીઓ માટે ઊંચો પગાર મળે છે, કાયમી અને અસ્થાયી નોકરીઓ વચ્ચે પગારના તફાવતમાં ઘટાડો થયો – ટીમલીઝ
સરેરાશ પગાર વધારો 8.03% ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને મનોરંજન, ઈન્ફર્મેશન ટેકનોલોજી અને નોલેજ સર્વિસીસમાં 9% થી વધુ પગાર વૃદ્ધિ જોવા મળે છે
મુંબઈ, રોજગારી, રોજગારીની તકો તથા ઈ-વર્કફોર્સ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહેલા ભારતની અગ્રણી સ્ટાફિંગ ગ્રુપ ટીમલીઝ સર્વિસીઝે નાણાંકીય વર્ષ 2022-2023 માટે તેનો મુખ્ય ‘જોબ્સ એન્ડ સેલેરી પ્રાઈમર રિપોર્ટ’ બહાર પાડ્યો છે. આ અનન્ય અને વ્યાપક અહેવાલ વિવિધ ઉદ્યોગોમાં 3.20% અને 10.19% ની વચ્ચે પગાર વૃદ્ધિની રેન્જ દર્શાવે છે,
જે પાછલા વર્ષની સરખામણીમાં થોડી ધીમી છે. જો કે અહેવાલમાં એક રસપ્રદ સમજ આપવામાં આવી છે કે આ વર્ષે એકંદર પગાર વૃદ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં, વિવિધ ઉદ્યોગોમાં 41% થી વધુ જોબ પ્રોફાઇલ્સમાં કાયમી અને અસ્થાયી નોકરીઓ વચ્ચે પગારનો તફાવત માત્ર 5% છે. તદુપરાંત, સંસ્થાઓ વૃદ્ધિ અને ડિજિટલ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખી રહી છે ત્યારે સેલ્સ અને આઈટી ક્ષેત્રે નોકરીઓની માંગ ઘણી ઊંચી રહી છે. Bangalore, Mumbai, Chennai, Delhi and Hyderabad are the highest paying cities: Report
સર્વેક્ષણમાં સમાવિષ્ટ મોટા ભાગના ઉદ્યોગોએ “હોટ જોબ્સ” ની રચનાનો સંકેત આપ્યો છે જે આકર્ષક પગાર ઓફર કરે છે અને લગભગ અડધા ઉદ્યોગો અત્યાધુનિક પદો વિકસાવી રહ્યા છે જે ભવિષ્ય માટે યોગ્ય છે. ગયા વર્ષની સરખામણીમાં બેંગ્લોરમાં 7.79%નો પ્રભાવશાળી વિકાસ દર છે.
તેનાથી વિપરીત બીએફએસઆઈ સેગમેન્ટમાં બે વર્ષની સતત વૃદ્ધિ પછી આ વર્ષે સરેરાશ પગારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે, પે-આઉટમાં ઘટાડો થયો હોવા છતાં, બીએફએસઆઈ ઉદ્યોગ હજુ પણ વિવિધ પ્રકારની જોબ પ્રોફાઇલ્સ બનાવી રહ્યું છે જે આકર્ષક હોય અને લાંબો સમય સુધી ચાલે તથા વેતનને ઓપ્ટિમાઇઝ કરવાના પગલાંનો અમલ પણ કરે.
ટેલિકોમ ઉદ્યોગમાં સરેરાશ પગારમાં ઘટાડો હોવા છતાં, અહેવાલ બેંગાલુરુમાં ટેલિકોમ સેક્ટરમાં રિલેશનશિપ મેનેજરની ભૂમિકામાં આશ્ચર્યજનક 10.19% વધારો દર્શાવે છે, જે તેને બજારમાં સૌથી વધુ વેતન આપતી નોકરી બનાવે છે. ત્યારબાદ 9.30% ના વધારા સાથે મીડિયા અને મનોરંજનમાં ગેમ ડેવલપરનો રોલ છે જે પણ બેંગાલુરુમાં આકર્ષણ જમાવે છે. સમગ્ર ક્ષેત્રોમાં, જ્યારે સરેરાશ પગાર વધારો 8.03% પર સ્થિર હતો, ત્યારે 10.19% નો મહત્તમ વધારો અગાઉના વર્ષ કરતાં થોડો ઓછો હતો.
પોતાના મંતવ્યો રજૂ કરતાં ટીમલીઝ સર્વિસીઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર-સ્ટાફિંગ, શ્રી કાર્તિક નારાયણે જણાવ્યું હતું કે, “અમે નાણાંકીય વર્ષ 2022-2023 માટે અમારા વાર્ષિક જોબ્સ એન્ડ સેલેરી પ્રાઈમર રિપોર્ટનું અનાવરણ કરતા રોમાંચિત છીએ, જે ભારતીય જોબ માર્કેટના મુખ્ય પગાર વલણોને પ્રકાશિત કરે છે.
વૈશ્વિક છટણી અને ભંડોળની કટોકટી જેવા સામાજિક આર્થિક પરિબળોને લીધે, સરેરાશ પગાર વૃદ્ધિ ગયા વર્ષની સરખામણીએ થોડી ઓછી રહી છે, તેમ છતાં ભારતીય જોબ માર્કેટ સતત વિકસિત થઈ રહ્યું છે. અમે નવી નોકરીની ભૂમિકાઓનો પ્રવાહ જોઈ રહ્યા છીએ જેણે પગારના પરિપ્રેક્ષ્યમાં વેગ મેળવ્યો છે.
નોંધવા જેવું એક રસપ્રદ પાસું એ છે કે તમામ પ્રોફાઇલ પૈકી આશ્ચર્યજનક રીતે 41% પ્રોફાઈલ્સમાં કાયમી અને અસ્થાયી નોકરીઓ માટે વળતરના માળખા વચ્ચે 5% કરતા ઓછો પગાર તફાવત છે, જે કામચલાઉ રોજગારની વધતી સમાનતા દર્શાવે છે.”
વધુમાં રિપોર્ટના તારણો અનુસાર, છેલ્લા 5 વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્રના 8માંથી 5 ઉદ્યોગોના સરેરાશ પગારમાં અને સર્વિસિંગ ક્ષેત્રમાં 9માંથી 3ના સરેરાશ વેતનમાં પ્રભાવશાળી ડબલ-ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે જ્યારે હેલ્થકેર અને સંલગ્ન ક્ષેત્રોમાં સૌથી વધુ 20.46% અને શિક્ષણ ક્ષેત્રે 51.83%ની વૃદ્ધિ જોવા મળી છે. વધુમાં, હોસ્પિટાલિટી, ઓટોમોબાઈલ અને એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈ-કોમર્સ અને ટેક સ્ટાર્ટ-અપ્સ અને મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ જેવા ઉદ્યોગોમાં ઘટાડો જોવા મળ્યો છે.
“કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પાંચ વર્ષની ટોચની સપાટીથી માંડીને હેલ્થકેર અને એલાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં રોગચાળાના સમયના સ્તરોથી પણ નીચા પગારો સુધી, અમે દરેક ઉદ્યોગમાં અનન્ય વલણો ઉભરતા જોઈ રહ્યા છીએ. ઔદ્યોગિક ઉત્પાદન અને સંલગ્ન ક્ષેત્ર ખાસ કરીને આકર્ષક લાગે છે,
જેમાં અત્યાધુનિક નોકરીઓ માટે આકર્ષક પગાર ઓફર કરવામાં આવે છે. વધુમાં, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી આકર્ષક વેતન સાથે નવા યુગની હોટ જોબ્સનું સર્જન કરી રહી છે” એમ ટીમલીઝ સર્વિસીસના બિઝનેસ હેડ શ્રી સુમિત સારાભાઈએ જણાવ્યું હતું.
નોકરીની ભૂમિકાઓના સંદર્ભમાં 17 ઉદ્યોગોમાંથી 11 નવી હોટ જોબ્સનું સર્જન કરે છે અને 7 ઉદ્યોગોએ નવી આવનારી નોકરીઓ ઊભી કરી છે. આ પ્રોફાઇલ્સમાં ટેલિકોમ ઉદ્યોગમાં સિનિયર ગોલાંગ ડેવલપર, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સમાં સિનિયર બાયોસ્ટેટિશિયન, ઇ-કોમર્સ અને ટેક સ્ટાર્ટ-અપ્સમાં લીડ મેજેન્ટો ડેવલપર અને શૈક્ષણિક સેવાઓમાં રોબોટિક્સ પ્રશિક્ષક જેવી કેટલીક અગાઉ સાંભળી ન હોય તેવી ભૂમિકાઓનો સમાવેશ થાય છે.
બ્લુ-કોલર નોકરીઓની બાબતે 2023માં લોકપ્રિય પ્રોફાઇલ્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ, ઇલેક્ટ્રિશિયન, એસી ટેકનિશિયન અને ફોર્કલિફ્ટ ઓપરેટરનો સમાવેશ થશે. વધુમાં બીએફએસઆઈમાં ડેટા સાયન્સ કન્સલ્ટન્ટ, એફએમસીજીમાં મીડિયા ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ, આઈટી અને નોલેજ સર્વિસિસમાં DevOps એન્જિનિયર, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટમાં કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ-ગેમ અને ઓટોમોબાઈલ અને એલાઈડમાં ઈ-મોબિલિટી ચાર્જિંગ એક્ઝિક્યુટિવ સહિત અનેક રોમાંચક ઊભરતી નોકરીની ભૂમિકાઓ પણ છે.
જોબ્સ એન્ડ સેલરી પ્રાઈમર રિપોર્ટ FY22 એ એક વ્યાપક અહેવાલ છે જે છેલ્લા પાંચ વર્ષના પગારના વલણોની ઊંડાણપૂર્વક તપાસ કરે છે, જેમાં 9 હબ શહેરો અને 17 ઉદ્યોગોમાં 403 અનન્ય નોકરીદાતાઓ અને 357 અનન્ય કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે, જે લગભગ 8.03% ની સરેરાશ પગાર વૃદ્ધિ દર્શાવે છે.