બાંગ્લાદેશીઓ હિન્દુ તરીકેની ઓળખ ધારણ કરીને ચંડોલા તળાવની આસપાસ રહેતા હતા

અમદાવાદના ઇસનપુર, વસ્ત્રાલ અને ચંડોલા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા ૫૦ જેટલાં બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી પાડવામાં આવ્યા હતા.
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદના ઇસનપુર, વસ્ત્રાલ અને ચંડોલા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા ૫૦ જેટલાં બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશ નિકાલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જાણવા મળ્યું હતું કે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મૂળ બાંગ્લાદેશી લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં રહેતા મૂળ બાંગ્લાદેશીઓ માંથી મોટાભાગના વ્યક્તિઓ રોજીરોટી માટે ભંગારનો સામાન એકઠો કરતા અને વેચતા હતા, જેમાંથી કેટલાક લોકો ચંડોળા તળાવ નજીક કામચલાઉ વસાહતોમાં રહેતા હતા.
જેમાં હ્યુમન ડેટાથી માંડીને 1985થી લઈને 2024 સુધીનું ચંડોળા તળાવનું મેપિંગ કરવામાં આવ્યું હતું. પહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને એવું હતું કે, બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર બોર્ડર પાર કરાવીને અહીં લાવીને તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. પરંતુ પોલીસે પકડેલા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી તો સામે આવ્યું કે, અમુક બાંગ્લાદેશીઓ હિન્દુ તરીકેની ઓળખ ધારણ કરીને રહેતા હતા.
ચંડોળા તળાવની આસપાસ બે પ્રકારના લોકો રહે છે. એક, જે પશ્ચિમ બંગાળના જ મુસ્લિમ નાગરિકો છે અને બીજા જે બાંગ્લાદેશથી ગેરકાયદે આવીને વસવાટ કરવા લાગ્યા છે. બાંગ્લાદેશીઓ નકલી ડોક્યુમેન્ટ બનાવીને પોતાને બંગાળના મુસલમાન તરીકે ઓળખાવીને રહેવા લાગ્યા છે.
ચંડોળા તળાવ પાસે પાંચ હજાર લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે. આને ગુજરાતની ‘ધારાવી’ પણ કહી શકાય. પોલીસ માટે પડકાર એ બની જાય છે કે ક્યા બંગાળના અને ક્યા બાંગ્લાદેશી? એ ઓળખ કરવી મુશ્કેલ છે. સમયાંતરે પોલીસનું પેટ્રોલિંગ, ચેકિંગ થતું રહે છે.
જ્યારે પોલીસે મહિલાઓ અને બાળકો સહિત ઘણા પરિવારોની અટકાયત કરી.ક્રાઈમ બ્રાન્ચે કોÂમ્બંગ ઓપરેશન હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા મોહમ્મદ લિયાકત અલી ખાન, મોહમ્મદ ટિક્કા, શર્મીન ઉર્ફે સાનિયા ઉર્ફે રિયા, લૈલી અને રેશ્મા, દિન ઇસ્લામ,
રિઝવાન ઉર્ફે રિદવાન ઉર્ફે રિદોય, મિન્ટુ, મિઝાનુ અને ઇમરાન ઉર્ફે ઇબ્રાહિમ સહિત ૫૦ જેટલાં મૂળ બાંગ્લાદેશ વાસીઓની અટકાયત કરી હતી. તેમાંથી ૧૫ ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો હતો. બાકીના વ્યક્તિઓના દેશનિકાલ માટે કાનૂની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સમસ્યા વિકટ બનેલી છે. એમાં પણ અમદાવાદમાં આ સમસ્યાએ વિકરાળ સ્વરુપ લીધું છે. જે ભવિષ્યમાં સરકાર માટે ગંભીર પ્રકારની સમસ્યા ઊભી કરી શકે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 મહિના પહેલાં શહેરના ચંડોળા તળાવ પાસેથી બાળકો, મહિલાઓ સહિત મોટાપ્રમાણમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા.