બાંગ્લાદેશથી દેહવ્યાપાર માટેે સુરત આવેલી યુવતિ ઝડપાઈ
સુરત, દેહવિક્રય સહિત કેટલાંક અનૈતિક કારોબારમાં ખાસ કરીને બાંગ્લાદેશની યુવતિઓ તેમજ મહિલાઓને ગેરકાયદેસર રીતે સુરત ખાતેેે ઘુસાડવાના કિસ્સાઓ અગાઉ ઘણીવાર સામે આવી ચુક્યા છે.
ત્યારે અન્ય દેશમાંથી આવીને વસવાટ કરતાં હોય એવા લોકોને ઝડપી લેવા માટેે એસઓજીને એક ઝૂંબેશ શરૂ કરી છે. જેનાં ભાગરૂપેે બાંગ્લાદેશની એક યુવતિ સુરત ખાતે અનૈતિક વેપાર માટે આવતી હોય તેનેે એસઓજીની ટીમે રેલ્વેે સ્ટેશન પરથી ઝડપી પાડી હતી.
પોલીસ સુત્રો પાસેથ મળતી માહિતી અનુસાર સુરત એસઓજીને બાતમી મળી હતી કે કામરેજ ખાતે રહેતા બાબુ નામના વ્યક્તિએ બાંગ્લાદેશથી ચંપાખાતુન મોહમ્મદ ફોઝલુ ઉર્ફેેે. ફરિદુલ શેખની પુત્રી (ઉ.વ.૩૦)ને સુરત ખાતે ઐનિતિક વેપાર કરવા માટે બોલાવી છે.
બાતમીના આધારેે પીએસઆઈ સોલંકી અને તેમની ટીમે સુરત રેલ્વે સ્ટેશન નકજી વાચ ગોઠવી હતી. સુરત પહોંચતા જ પોલીસે તેનેે. ઝડપી પાડી હતી. ત્યારબાદ તેની તલાશી લેતા તેની પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ મળી આવ્યા હતા.
એટલુ જ નહીં પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે અગાઉ આ યુવતિએ અમરોલી વિસ્તારમાંથી તેનેે બોગસ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને પાન કાર્ડ બનાવ્યા હતા. પોલીસે બોગસ ડોક્યુમેન્ટસના આધારે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનો ગુનો નોંધી વધુે તપાસ મહિધરપુરા પીઆઈ જીતુ ચૌધરી અને પીએસઆઈ મારિયા કરી રહ્યા છે.
શહેરમાં બાંગ્લાદેશી એજન્ટ દ્વારા બાંગ્લાદેશની મહિલાઓને અનૈતિક વેપાર ધંધા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાની પણ માહિતી મળી હતી. જેમાં એક આસીફૂલ જે હાલમાં સુરતની જેલમાં છેજજ્યારે અન્ય બાબુ નામનો કામરેજથી નટવર્ક ચલાવી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.