બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસે ચીન જઈને 9 કરારો કર્યાઃ ભારત સાથે થયેલા કરારને પણ રદ કરવાનો ઇરાદો

મોંગલા બંદરના વિકાસ માટે પૂર્વ અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન ભારત સાથે થયેલા કરારને પણ રદ કરવાનો ઇરાદો
Bangladesh, China Sign Agreements: શુક્રવારે (28મી માર્ચ) બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીમના ઉચ્ચ અધિકારીને મળ્યા હતા. આ દરમિયાન નવ કરારો પર હસ્તાક્ષર થયા.Bangladesh’s Chief Economic Adviser, Muhammad Yunus visited China
કેટલાક કરારો ભારતના હિતોને અસર કરશે. મોહમ્મદ યુનુસે માત્ર તિસ્તા જળ વ્યવસ્થાપન જ નહીં, પરંતુ મોંગલા બંદરના વિકાસ માટે પૂર્વ અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન ભારત સાથે થયેલા કરારને પણ રદ કરવાનો ઇરાદો દર્શાવ્યો છે.
Photo : Executive Vice Premier of the State Council of China Ding Xuexiang called on Chief Adviser Professor Muhammad Yunus today on the sidelines of the Boao Forum for Asia (BFA) conference here.
નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં તિસ્તા નદીના પાણી વ્યવસ્થાપનનું કામ ભારતને આપવાનું વચન આપ્યું હતું. Bangladesh, China Sign Agreements:
22 જૂન, 2024ના રોજ બન્ને નેતાઓ સંમત થયા હતા કે એક ભારતીય ટીમ ટૂંક સમયમાં ઢાકાની મુલાકાત લેશે જે તિસ્તા જળ વ્યવસ્થાપન માટે ભાવિ યોજના ઘડશે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત માટે ખૂબ જ સંવેદનશીલ આ નદી પ્રોજેક્ટનું કામ ચીની કંપનીઓને સોંપવાનું વચન આપ્યું છે.
અહેવાલો અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, ‘ચીન બાંગ્લાદેશમાં એક ખાસ ચીની ઔદ્યોગિક આર્થિક ક્ષેત્ર અને ઔદ્યોગિક પાર્ક બનાવવામાં મદદ કરશે. ચીનમાં વધુ બાંગ્લાદેશી ઉત્પાદનો આવવાનું અને અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પ્રોજેક્ટ્સ તેમજ ડિજિટલ અને દરિયાઈ અર્થતંત્રમાં સહયોગનું પણ સ્વાગત કર્યું.