તળાવમાંથી મળ્યો બાંગ્લાદેશી મહિલા પત્રકારનો મૃતદેહ
ઢાકા, બુધવારે બાંગ્લાદેશના એક તળાવમાંથી ૩૨ વર્ષીય મહિલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ સારા રહનુમા તરીકે થઈ છે, જે બંગાળી ભાષાની ન્યૂઝ ચેનલમાં ન્યૂઝરૂમ એડિટર હતી.
બુધવારે વહેલી સવારે રહનુમાનો મૃતદેહ ઢાકાના હતિરખીલ તળાવમાંથી મળી આવ્યો હતો. એક રાહદારીએ, જેણે તેને તે હાલતમાં જોયો, તેણે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો અને તેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ ગયો. જો કે, સ્થાનિક સમય અનુસાર લગભગ ૨ વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર બચ્ચુ મિયાંએ તેનો મૃતદેહ મળી આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમના મૃત્યુ પહેલા, રાહનુમાએ મંગળવારે રાત્રે તેની ફેસબુક પ્રોફાઇલ પર બે રહસ્યમય પોસ્ટ્સ કરી હતી. એક ૧૦ઃ૨૪ વાગ્યે અને બીજો ૧૦ઃ૩૬ વાગ્યે.
બીજી પોસ્ટમાં તેણે ફહીમ ફૈઝલ નામના વ્યક્તિને ટેગ કર્યા હતા.બીજી પોસ્ટમાં તેણે પોતાની અને ફૈઝલની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં બંનેએ બાંગ્લાદેશના ધ્વજની પટ્ટીઓ પહેરી હતી.તેણે લખ્યું, ‘તમારા જેવો મિત્ર મળવો ખૂબ જ સારું લાગ્યું. ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે. આશા છે કે તમે જલ્દી જ તમારા બધા સપના પૂરા કરશો.
હું જાણું છું કે અમારી પાસે ઘણી યોજનાઓ હતી. માફ કરશો, હું અમારી યોજનાઓ પૂર્ણ કરી શકીશ નહીં. ભગવાન તમારા જીવનના દરેક પાસામાં તમને આશીર્વાદ આપે.લગભગ એક કલાક પછી, ૧૧ઃ૨૫ વાગ્યે, ફહીમ ફૈઝલ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી, જેમાં તેણે રહેનુમાને પોતાને નુકસાન ન કરવા વિનંતી કરી.
તેણે લખ્યું હતું કે, ‘તમે મારા અત્યાર સુધીના શ્રેષ્ઠ મિત્ર છો. આ મિત્રતાને બગાડો નહીં! પોતાને કોઈ નુકસાન ન પહોંચાડો.પોલીસે જણાવ્યું કે તેના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે. જો કે સારા રહનુમાના મૃત્યુ પાછળ કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે તેને ‘બાંગ્લાદેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો બીજો ક્‰ર હુમલો’ ગણાવ્યો છે.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રહનુમાના પતિ સૈયદ શુભ્રોએ જણાવ્યું કે ઘટનાના દિવસે તે રાત્રે કામ પરથી પરત આવી ન હતી. તેને સવારે ૩ વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી કે તેણે હાથિરખીલ તળાવમાં ઝંપલાવ્યું હતું.
શુભ્રોએ એ પણ જણાવ્યું કે રાહનુમા થોડા સમય માટે તેનાથી અલગ થવા માંગતી હતી.દંપતીએ કાઝી ઓફિસમાં જઈને છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી હતી, પરંતુ બાંગ્લાદેશમાં અશાંતિ પછીની પરિસ્થિતિને કારણે તેઓ તેમ કરી શક્યા ન હતા.SS1MS