બેંકના એજન્ટે થાર ગાડીનુ ખોટુ કોટેશન મુકી રૂ. ૧૯ લાખની લોન પડાવી
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ મિશન રોડ પર આવેલી બેંગકોક બરોડામાં બેંકના ઓથોરાઈઝ એજન્ટ એ અન્ય વ્યક્તિ સાથે મળી થાર કાર ખરીદવા લોન માટે અરજી આપી હતી આ અરજી સાથે ખોટુ કોટેશન બેંકમાં મુકી રૂ.૧૯ લાખ ની લોન પડાવી હતી. એ બાદ ચાલુ લોને આ થાર કાર અન્યને વેચાણ કરી દેતા બેંકના મેનેજરે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં મીશન રોડ પરની બેંક ઓફ બરોડામાં ચીફ મેનેજર તરીકે વિકાસ સત્યદેવ શર્મા ફરજ બજાવે છે. આ બેંક દ્વારા આરબીઆઈના ગાઈડ લાઈન મુજબ વિવિધ પ્રકારની લોન આપે છે. જે કામ માટે બેંકે ઓથોરાઈઝ ડીલરો રાખ્યા છે.
જેમાંના દર્શીલ પટેલ (રહે.ભુજ) નામના એક ઓથોરાઈઝ ડીલરે ગત? ૧૨ માર્ચના રોજ મીશન રોડ વાળી બીઓબીની શાખામાં ગણેશ કૈલાસ ડીગરાલે (રહે.નડિયાદ)ને લઈ જઈ ને કાર લોન લેવા માટે બેંકમાં અરજી અપાવી હતી
કેવાયસી, કાર કોટેશન તેમજ બીજા આધારભૂત દસ્તાવેજો બેંક સમક્ષ આ બંનેએ રજૂ કર્યા હતા. જેમાં થાર કારનું કોટેશન રૂપિયા ૨૨ લાખ ૨૪ હજાર ૧૪૧ હતું. બેંકે તપાસ કર્યા બાદ રૂપિયા ૧૯ લાખની લોન મંજૂર કરી હતી. જેના માસિક હપ્તા રૂપિયા ૩૦ ૬૬૬ના કુલ ૮૪ હપ્તા હતા. જે? બાદ તમામ શરતો મુજબ આ બંને વ્યક્તિઓએ બેંક સમક્ષ એગ્રીમેન્ટ પર સહી કરી હાઈપોથીકેશન એગ્રીમેન્ટ બેંકને કરી આપ્યું હતું.
બાદમાં લોનના હપ્તા ભરવામાં આ લોન ધારક ડીલે કરતા હોય બેંક દ્વારા કારનુ વેરીફીકેશન માટે ગાડી લઈને આવવા લોન ધારકને જણાવ્યું હતું. પરંતુ તે નહીં આવતાં બેંકના અધિકારીઓએ તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. જે બાદ બેંકે સિસ્ટમ દ્વારા કાર નંબર નાખી તપાસ કરાવતા આ થાર કાર ના માલિક અન્ય કોઈ વ્યક્તિ હોવાનું જણાય આવ્યું હતું એ જોતા ચાલુ લો ને આકાર અન્યને વેચી દીધી હોવાનું જણાય આવ્યું હતું
જેથી બેંકમાં મુકેલ કોટેશન પણ ચેક કરાવતા આ કોટેશન પણ ખોટુ મુકી બેંક મારફતે વધારે નાણાંની લોન પડાવી હોવાનું ખુલ્યું હતું. જેથી આ બેંક શાખાના ચીફ મેનેજર વિકાસ સત્યદેવ શર્માએ બેંકે ઓથોરાઈઝ ડીલર દર્શીલ પટેલ (રહે.ભુજ) અને લોન ધારક ગણેશ કૈલાસ ડીગરાલે (રહે.નડિયાદ) સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.