Western Times News

Gujarati News

બેંકના બ્રાન્ચ મેનેજરે જાતિ વિષયક ટિપ્પણી કરતાં આદિવાસી સમાજમાં રોષ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયા ટાઉનમાં આવેલ એગ્રીકલ્ચર બેન્કના બ્રાન્ચ મેનેજર હાર્દિક પટેલ નામના ઈસમે સોશ્યલ મીડિયામાં આદિવાસી સમાજને ટાર્ગેટ કરી જાતિ વિષયક ટિપ્પણી કરતાં જ આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં આવેલ એગ્રીકલ્ચર બેન્કના બ્રાન્ચ મેનેજર હાર્દિક પટેલ નામના ઈસમે સોશ્યલ મીડિયામાં આદિવાસી સમાજને ટાર્ગેટ કરી જાતિ વિષયક ટિપ્પણી કરતાં જ આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. આજરોજ સુરત,ભરૂચ અને અંકલેશ્વર, રાજપીપળા સહિતના જીલ્લાઓ માંથી મોટી સંખ્યામાં આગેવાનો વાલિયા ખાતે આવી પહોંચ્યા હતા.

જ્યાં વાલિયા આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળી ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી એગ્રી કલ્ચર બેન્ક ખાતે પહોંચી આગેવાન રાજુ વસાવા, ચંપક વસાવા,વિજય વસાવા,રાજ વસાવા,હેમેન્દ્ર કોઠીવાલા,રજની વસાવા તેમજ ફતેસિંગ વસાવા સહિતના સભ્યોએ બ્રાન્ચ મેનેજર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

વાલિયા પોલીસ મથકના પી.આઈ કે.એમ વાઘેલાને આવેદન પત્ર આપી ત્વરિત ટિપ્પણી કરનાર ઈસમ સામે પગલાં લઈ કડક રાહે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાથે વારંવાર આદિવાસી સમાજના યુવાનો ઉપર ફાયરિંગ અને ટિપ્પણી કરવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે.જેને ગંભીરતાથી લેવા સાથે જવાબદારો સામે પગલાં ભરવા માંગણી કરી છે.

જાે પગલાં નહીં ભરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો ભાજપના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા,શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા સહિતના આદિવાસી સમાજના સભ્યોએ આદિવાસી સમાજની લાગણી દુભાવી યુવાનને અપશબ્દો લખી ધમકી આપી આદિવાસી સમાજને ચેલેન્જ કરી વાતાવરણ દોહળાવવાનું પ્રયાસ કરતા આદિવાસી સમાજમાં આ ઈસમ વિરુદ્ધ રોષ ફેલાઈ જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.