બેંક કર્મચારી જ સાયબર ઠગાઈનો ભોગ બન્યાઃ 32 લાખ ગુમાવ્યા
(એજન્સી)સુરત, સુરતમાં નિવૃત બેન્ક કર્મચારીને શેર બજારમાં રોકાણ કરવા લોભામણી લાલચ આપી ૩ લાખથી વધુનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ઠગબાજાે દ્વારા ૪૧ લાખનું નુકશાન થયું હોવાનું જણાવી ધમકી આપી ૩૨ લાખથી વધુ રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ઠગબાજની ધરપકડ કરી હતી.
સુરતના એક નિવૃત્ત બેન્ક કર્મચારીને એક દિવસ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. ત્યારબાદ કોલ કરનારે એક શેર બ્રોકર કંપનીમાંથી બોલી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, શેરબજારમાં ઇન્વેસ્ટ કરાવવાથી ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારો લાભ થાય તેવી ઓફર છે.
પોતાના સેવિંગના પૈસા છે તે પૈસાને બેંકમાં રાખવાની જગ્યાએ શેર બજારમાં રોકાણ કરો તો તમને વધારે ફાયદો થઈ શકે. જેથી તેની લોભામણી લાલચમાં આવીને સુરતના ફરિયાદીએ શરૂઆતમાં ૩,૮૦,૦૦૦ બેન્કમાં ટ્રાન્સફર કરીને સામેના ઠગ વ્યક્તિને આપ્યા હતા.
શરૂઆતમાં ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે ઠગ આરોપીએ ૧૫૦૦૦ રૂપિયા નફો તરીકે ફરિયાદીને પરત આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ વધુ વિશ્વાસ કેળવીને વધુ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ અચાનક સુરતના ફરિયાદીને અન્ય એક ઇસમનો કોલ આવ્યો અને તેઓને જણાવવામાં આવ્યું કે તેઓના જે ઇન્વેસ્ટ કરેલા પૈસા હતા તેમાં ૪૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જેની ભરપાઈ કરવી પડશે.
સુરતના ફરિયાદીએ સૌપ્રથમ તો આરોપીની વાતા ન માની પરંતુ ફરિયાદીને વારંવાર ફોન આવતા હતા અને અંતે ધમકીઓ પણ મળી હતી. જાે તેઓ પૈસા નહીં ભરે તો તેઓને ઘરેથી ઊંચકી લઈ જવામાં આવશે અને જ્યાં સુધી પૈસાની પરત ન આપે ત્યાં સુધી તેઓને પોતાની પાસે રાખી મુકવામાં આવશે.
સુરતના ફરિયાદીએ ડરીને સામેવાળી ટોળકીને ૩૧ લાખ નેટ બેન્કિંગ અને આંગડિયા મારફતે મોકલી આપ્યા હતા અને એ ઉપરાંત કુલ સુરતના ફરિયાદી પાસેથી કુલ ૩૨,૬૫,૦૦૦ની છેતરપિંડી કરીને તેઓને આરોપીઓએ પૈસ પરત ન આપ્યા હતા. જેને લઈ ફરિયાદી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.