Western Times News

Gujarati News

બેંક મેનેજર અને શખ્સેે ખોટી સહી કરી વેપારીના લોનના 16 લાખ ચાંઉ કરતા ફરીયાદ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મેનેજર અને શખ્સે વેપારીની લોનની રકમ ખોટી સહીઓ કરીને ઉપાડી લધી હતી. જે રકમ રૂા.૧૬ લાખ હતી. મેનેજરે વેપારીના એક એકાઉન્ટમાં તેના હોદ્દાનો દુરૂપયોગ કરીને ૬૩ લાખનું ટ્રાન્ઝેકશન પણ કર્યુ હતુ.

પરંતુ વેપારીને લોનના રૂપિયા ન મળતાં બેંક મેનેજર અને શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ હતી. અમદાવાદના નારોલમાં રહેતા જીતેન્દ્ર ચાવડા સિલાઈ કામનું કારખાનું ધરાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત ર૦૧૭માં તેમનેે સિલાઈ મશીનો ખરીદવાના હોવાથી લોન લેવા માટેતેમણે નારોલ કેનેરા બેંકમાં ેમેેનેજર રીતેશ શર્મા સાથે મુલાકાત થઈ હતી.

ત્યારે રીતેશે ક્વોટેશન વગર લોન નહીં મળેએમ કહેતા પાડોશમાં રહેતાં ઘનશ્યામને વાત કરી હતી. તેમણે દિનેશપ્રસાદ જમેદાર સાથે મુલાકાત કરાવી હતી. જેમાં દિનેશપ્રસાદે કહ્યુ હતુ કે હું ક્વોટેશન આપીશ એટલે તમારી લોન મંજુર થઈ જશે.અને તેમાંથી હં ૧૦ ટકા કમિશન લઈશ તેેવી વાત કરી હતી. જે બાદ સીસી લોનના ૭ લાખ જીતેન્દ્રના એક એકાઉન્ટમાં અને ૯ લાખ રૂપિય્‌ વિક્ટ્રી એન્ટરપ્રાઈઝના ખાતામાં જમા થયા હતા.

ત્યારબાદ જીતેન્દ્રએ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે બેંક મેનેજરને જે સહીવાળા કોરા ચેક આપ્યા હતા તે ચેક વડે તેેમના હોદ્દાનો દુરૂપયોગ કરીને ૬૩ લાખના ખોટા ટ્રાઝેકશનો કર્યા હતા. અને કોરા ચેકના આધારે સીસી લેનારના ૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે વેપારીએ બેંક મેનેજર રીતેશ શર્મા અને દિનેશપ્રસાદ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.