બેંક ઓફ બરોડાએ પેપરલેસ ‘ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ’ લોંચ કર્યું

- 100% ડિજિટલ અને સેલ્ફ-આસિસ્ટેડ ઓનલાઇન સેવિંગ્સ એકાઉન્ટ
- ડિજિટલ KYC અને આધાર આધારિત OTP ઓથેન્ટિકેશન
મુંબઈ, બેંક ઓફ બરોડા ભારતમાં સરકારી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક છે, જેણે એના તમામ ગ્રાહકો માટે 100 ટકા પેપરલેસ, ડિજિટલ, સેલ્ફ-આસિસ્ટેડ સેવિંગ્સ એકાઉન્ટ ‘ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ’ લોંચ કર્યું છે.
બેંક ઓફ બરોડા ગ્રાહકો માટે સતત ઇનોવેટિવ ડિજિટલ ઓફરો માટે કામ કરી રહી છે. ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ આ પ્રકારની એક ઓફર છે, જે ગ્રાહકોને તેમના ઘરેથી સુવિધાજનક, સલામત અને ઝડપી અનુભવ પ્રદાન કરવા અને ડિજિટલ પરિવર્તન કરવાના બેંકના પ્રયાસોનું પરિણામ છે.
ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકના ડિજિટલ KYC અને આધાર આધારિત OTP ઓથેન્ટિકેશનના નવા સ્વરૂપનો ઉપયોગ કરે છે, જેને મોબાઇલ ફોન, આઇપેડ, લેપ્ટોપ અને પીસી દ્વારા બેંકની વેબસાઇટમાંથી ઓપરેટ કરી શકાશે. એકાઉન્ટ રિયલ-ટાઇમમાં એક્ટિવેટ થાય છે, જેનો અર્થ છે ગ્રાહક મોબાઇલ નંબર પર તાત્કાલિક રીતે પ્રાપ્ત એમપિન સાથે બરોડા એમ કનેક્ટ પ્લસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર શરૂ કરી શકે છે. આ પ્રોડક્ટ ગ્રાહકોને મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI અને ડેબિટ કાર્ડ જેવા વિવિધ ડિજિટલ માધ્યમોને સબસ્ક્રાઇબ કરવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે.
આ પ્રોડક્ટ પર બેંક ઓફ બરોડાના એમડી અને સીઇઓ શ્રી સંજીવ ચઢાએ કહ્યું હતું કે, “બેંક ઓફ બરોડા સ્વીકારે છે કે, છેલ્લાં થોડાં મહિનાઓમાં બેંકિંગમાં પરિવર્તન થયું છે. ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા અમને વિવિધ ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદાન કરવા પ્રેરિત કર્યા છે. અમે અમારી તમામ પ્રક્રિયાનું ડિજિટાઇઝેશન કરવા અને વર્ષ 2023 સુધી 100 ટકા પેપરલેસ બનવા કાર્યરત છીએ. અમારા ગ્રાહકો તેમના ઘરની બહાર નીકળ્યાં વિના સલામત અને સુરક્ષિત બેંકિંગનો અનુભવ મેળવી શકે એ સુનિશ્ચિત કરવાની એકમાત્ર રીત ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓનો સ્વીકાર છે.”