Western Times News

Gujarati News

BoBએ કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે કેશ મેનેજમેન્ટમાં પરિવર્તન લાવવા મોબાઇલ એપ લોન્ચ કરી

કેશ મેનેજમેન્ટ સર્વિસીઝ માટે સમર્પિત એપ રજૂ કરનારી ભારતની જૂજ બેંકોના સમૂહ પૈકીની એક બેંક બની

મુંબઈ, 21 માર્ચ, 2025 – ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડાએ બરોડા કેશ મેનેજમેન્ટ સર્વિસીઝ (બીસીએમએસ)નો ઉપયોગ કરીને બેંકના કોર્પોરેટ ગ્રાહકો માટે એક સમર્પિત કેશ મેનેજમેન્ટ સર્વિસીઝ એપ Baroda mDigiNext મોબાઇલ એપ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી.

આ સાથે બેંક ઓફ બરોડા કોર્પોરેટ કેશ મેનેજમેન્ટ જરૂરિયાતો પૂરી પાડતી એક્સક્લુઝિવ એપ રજૂ કરીનારી ભારતની જૂજ બેંકો પૈકીની એક બની છે. મહત્વની વિવિધ પેમેન્ટ કામગીરીઓ ઓફર કરતી Baroda mDigiNext મોબાઇલ એપનો ઉદ્દેશ વ્યવસાયો જે પ્રકારે તેમની કાર્યશીલ મૂડી મેનેજ કરે છે તેમાં પરિવર્તન લાવવાનો, વધુ કાર્યક્ષમતા લાવવાનો અને ઝડપી અમલીકરણ તેમજ સરળ કામગીરી સુનિશ્ચિત કરવાનો છે. Bank of Baroda launches the Baroda mDigiNext Mobile App – Transforming Cash Management Solutions.

 અત્યાધુનિક Baroda mDigiNext મોબાઇલ એપ કોર્પોરેટ્સ માટે વર્કફ્લો અને કેશ મેનેજમેન્ટ ઓપરેશન્સને સુવ્યવસ્થિત કરવા માટે બનાવવામાં આવી છે. તે ગ્રાહકોને જરૂરી અને આધુનિક ફાઇનાન્શિયલ ટૂલ્સની 24×7 એક્સેસ પૂરી પાડે છે અને કોર્પોરેટ્સને કોઈપણ સમયે, ગમે ત્યાં ઝડપી અને માહિતગાર નાણાંકીય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે.

 આ લોન્ચ અંગે બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દેવદત્ત ચંદે જણાવ્યું હતું કે “કોર્પોરેટ ગ્રાહકો માટે Baroda mDigiNext મોબાઇલ એપના લોન્ચ સાથે અમે કેશ મેનેજમેન્ટ અને બેંકિંગ સર્વિસીઝમાં કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે નવો અનુભવ પૂરો પાડી રહ્યા છીએ. આ એપ યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, એડવાન્સ્ડ ટૂલ્સ અને ક્ષમતાઓ તેમજ સરળ અમલીકરણનું મિશ્રણ કરે છે તથા અમારા ગ્રાહકોને સમૃદ્ધ આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે જેનાથી તેમને સ્પર્ધાત્મક બિઝનેસના માહોલમાં ચપળ રહેવામાં મદદ મળે છે.”

 બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી લલિત ત્યાગીએ જણાવ્યું હતું કે “Baroda mDigiNext મોબાઇલ એપનું લોન્ચિંગ કેશ મેનેજમેન્ટ સર્વિસીઝની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે જે નવીનતમ અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. ભારતમાં કોર્પોરેટ ગ્રાહકો માટે વિશ્વસનીય બેંકિંગ ભાગીદાર તરીકે આ એપ અમારા કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે સુગમતા, કાર્યક્ષમતા અને કેશ ફ્લો મેનેજમેન્ટ પર નિયંત્રણમાં વધારો કરશે.”

 Baroda mDigiNext મોબાઇલ એપ વિવિધ કામગીરીઓ અને સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કેઃ

  • વન-ટુ-વન ટ્રાન્ઝેક્શન બનાવવા અને ઓથોરાઇઝ કરવા
  • બલ્ક અપલોડ્સને ઓથોરાઇઝ કરવા અને રિજેક્ટ કરવા
  • એન્ડ-ટુ-એન્ડ ટ્રાન્ઝેક્શન અને વર્કફ્લો ટ્રેકિંગ
  • ટ્રાન્ઝેક્શન સ્ટેટસ પર રિયલ-ટાઇમ ઇન્કવાયરી ઊભી કરવી
  • એકાઉન્ટ સમરી અને મિની સ્ટેટમેન્ટ્સ એક્સેસ કરવા
  • તમામ ગ્રુપ એન્ટિટીઝનું કન્સોલિડેટેડ ડેશબોર્ડ જોવું
  • ઓટીપી વેરિફિકેશન અને 3-ફેક્ટર ઓથેન્ટિકેશન સાથે વધુ સુરક્ષા

 Baroda mDigiNext મોબાઇલ એપ હાલ એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOS પર ઉપલબ્ધ કરાવાશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.