BoBની બ્રાંચોમાંથી ર૦ કરોડના લોન કૌભાંડના માસ્ટર માઈન્ડની પત્નીની ધરપકડ
ડુમ્મસ બ્રાંચમાંથી રૂા.૮.૩૪ કરોડ, મગદલ્લા બ્રાંચમાંથી રૂા.પ.૦૩ કરોડ અને રાંદેર રોડની નવયુગ કોલેજ બ્રાંચમાંથી રૂા.ર.ર૮ કરોડની લોન લીધી હતી. બાદ તેનો હેતુફેર કરી લોનની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
સુરત, વિવિધ સરકારી યોજના હેઠળ બેક ઓફ બરોડાના સીનિયર મેનેજર અને લોન એજન્ટની સાંઠગાંઠમાં અલગ અલગ બ્રાંચમાંથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેની હેતુફેર કરી અન્ય ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરાવી લોન ભરપાઈ નહીં કરવાના પ્રકરણમાં માસ્ટર માઇન્ડની પત્નીનેેે આમરોલી પોલીસેે ઝડપી પાડી સીઆઈડી ક્રાઈમને કબજાે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
વર્ષ ર૦૧૬થી ર૦૧૮ દરમ્યાન બોગસ ક્વોટેશન લેટર અને લોન ધારકના ડોક્યુમેન્ટસના આધારે મોટા વરાછાની બેક ઓફ બરોડામાંથી રૂા.૪.૪૯ કરોડની લોન વિવિધ સરકારી યોજના હેઠળ સુપ્લેક્ષ એન્જીનિયરીંગના પ્રોપરાઈટર ભરત વાઘજી અકબરીએ અલગ અલગ નામે લીધી હતી.
સમયસર લોનના હપ્તા ભરપાઈ નહીં કરતા બેક દ્વારા રીકવરીની પ્રોસેસ કરવાની સાથે આંતરીક તપાસ કરી હતી. જેમાં ભરત અકબરીએ બેકના સીનિયર મેનેજર રાજેશ ડી.પરમાર અને લોન એજન્ટ નિલેશ વાઘેલાની સાંઠગાંઠમાં ઝીરોમેકા ઈન્ડસ્ટ્રીઝ, વી.એસ.એન્ટરપ્રાઈઝ, હાઈબોન્ડ એન્જીનિયરીંગ સહિતના નામે લોન મંજુર કરાવી કૌભાંડ કરવામાં આવ્યાનુૃં બહાર આવ્યુ હતુ.
ભરત અકબરીએ રાજેશ પરમાર અને નિલેશ વાઘેલાનીે સાંઠગાંઠમાં માત્ર મોટા વરાછાની બ્રાંચમાંથી જ નહીં પરંતુ ડુમ્મસ બ્રાંચમાંથી રૂા.૮.૩૪ કરોડ, મગદલ્લા બ્રાંચમાંથી રૂા.પ.૦૩ કરોડ અને રાંદેર રોડની નવયુગ કોલેજ બ્રાંચમાંથી રૂા.ર.ર૮ કરોડની લોન લીધી હતી. બાદ તેનો હેતુફેર કરી લોનની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ઉપરાંત લોનના હપ્તા પણ ભરપાઈ કર્યા નહોતા.
આ પ્રકરણમાં બેક દ્વારા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ફરીયાદ નોંધાતા વેત લોન કાભાંડની માસ્ટર માઈન્ડ ભરત અકબરીની પત્ની મીના ભરત અકબરી (ઉ.વ. ૪ર, રહે.૪૬, રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા, અને મૂળ લુણીધાર, તા.કુકાવાવ, જી.આમરોલી) ભૂૃગર્ભમાં ઉતરી ગઈ હતી.
જાે કે આમરોલી, પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના ગાર્ડનવવેલી રેસીડેન્સી પાસેથી ઝડપી પાડી સીઆઈડી ક્રાઈમને કબજાે સોંપવાની તજવીજ હાથ ધરી છે.